નવી દિલ્હીઃ ઓફિસ કે રોજિંદા કામ કરવા માટે મોટા ભાગના લોકો બાઇકનો ઉપયોગ કરે છે. હવે ડેલી લાઇફમાં બાઇક એક મહત્વનો ભાગ બની ગયુ છે. ઘણીવાર બાઇકને વધુને વધુ ચલાવવાના કારણે અમૂક પ્રકારના સામાન્ય પ્રૉબ્લમ આવતા રહે છે. આમાં એક પ્રૉબ્લમ છે બાઇક અચાનક ઝટકા ખાઇને બંધ થઇ જવાનો. અચાનક ઝટકા ખાઇને બાઇક જ્યારે બંધ થઇ જાય ત્યારે મોટાભાગના લોકોને લાગે છે કે બાઇક બગડી છે. પરંતુ એવુ નથી હોતુ આ એક સામાન્ય પ્રૉબ્લમ છે. તેને કોઇપણ બાઇક ચાલક આસાનીથી દુર કરી શકે છે. જાણો સમસ્યાથી કઇ રીતે છુટકારો મેળવી શકાશે.  


સ્પાર્ક પ્લગને સમયસર બદલી નાંખો.... 
બાઇકના એન્જિનમાં સ્પાર્ક પ્લગ એક મહત્વનો ભાગ હોય છે. આવામાં આની સમય સમય પર તપાસ કરવી ખુબ જરૂરી છે. હંમેશા વરસાદની સિઝનમાં સ્પાર્ક પ્લગમાં ખામી આવે છે. આવા સમય પ્લગમાં ગંદગી, અથવા તો બીજી કેટલીક વસ્તુઓ ચોંટીને રહે છે, જેથી તે ઠીક સ્પાર્ક નથી કરી શકતો. આ કારણે એન્જિનમાં સ્પાર્ક પ્લગને બદલી નાંખવો જરૂરી છે. દર બે હજાર કિલોમીટર પર કે તેનાથી પહેલા આને ચેક કરી લેવો જોઇએ, જો કોઇ ખરાબી આવે તો તેને ચેન્જ કરી દેવો સમજદારી છે. 


આ રીતે બદલો સ્પાર્ક પ્લગ.... 
આમ તો સ્પાર્ક પ્લગ બદલવા માટે સર્વિસ સેન્ટર જવુ કે કોઇ સારા મિકેનિકની મદદ લેવી પડે છે. પરંતુ જો તમે એવી કોઇ જગ્યાએ ફસાઇ ગયા છો તો તમે આને ખુદ પણ બદલી શકો છો. પરંતુ યાદ રહે તમારી પાસ એકસ્ટ્રા સ્પાર્ક પ્લગ હોવો જોઇએ. સ્પાર્ક પ્લગ બદલવા સૌથી પહેલા તમારે સ્પાર્ક પ્લગને ખોલીને બહાર કાઢી દો. આ માટે સ્પાર્ક પ્લગ સ્પેનરનો ઉપયોગ કરી શકો છો. સ્પાર્ક પ્લગ ટિપની આસપાસ તેલ જમા થઇ જાય કે કાલી પરત જામેલી દેખાય તો સમજી લેવુ જોઇએ કે એન્જિન સહી સ્થિતિથી પણ ઓછા સમયથી ચાલી રહ્યું છે. 


ધ્યાનથી કરો ચેન્જ..... 
સ્પાર્ક પ્લગને સાફ કરવા માટે, આને પેટ્રૉલ કે કેરોસીનથી સાફ કરો. જો કપડાંથી સાફ કરી રહ્યાં છો તો કપડુ સુકુ હોવુ જોઇએ. ધ્યાન રહે કે ઇલેક્ટ્રૉડની યોગ્ય અંતરાલ હોવુ પણ જરૂરી છે. ખાસ કરીને ઇલેક્ટ્રૉડ અંતર 0.8mm થી 1.2 mm રહે છે. સ્પાર્ક પ્લગ લગાવતી વખતે તમારે સાવધાની રાખવી પડશે. આને બહુ વધારે નાં ખેંચો નહીં તો તુટી શકે છે.


આજકાલ બાઇકમાં બે સ્પાર્ક પ્લગ આવે છે. એક્સપર્ટ માને છે કે એન્જિનમાં લાગેલા બન્ને સ્પાર્ક પ્લગ એક જ કંપનીના હોય તો સારુ રહે છે. બાઇકમાં (125cc) લાગનારા સ્પાર્ક પ્લગની કિંમત 75 થી 80 રૂપિયા સુધીની છે. 


Car loan Information:

Calculate Car Loan EMI