પેટા ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે, કોહલીએ જાનવરો સાથે સારા વર્તન માટે અનેક પ્રયાસ કર્યા છે. તેણે આમેર કિલ્લામાં સવારી માટે ઉપયોગમાં લેવાતા હાથીને છોડાવવા માટે પેટા ઈન્ડિયા તરફથી અધિકારીઓને પત્ર લખ્યો હતો. આ હાથીને આ વ્યક્તિઓ દ્વારા નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. કોહલી બેંગલુરુમાં જાનવરોના એક આશ્રમમાં ઘાયલ કૂતરાઓને મળવા ગયો હતો. જે બાદ તેણે પ્રશંસકો જાનવરો ખરીદવાના બદલે દત્તક લેવાની અપીલ કરી હતી.
પેટા ઈન્ડિયાના ડિરેક્ટર સચિન બાંગેરાએ કહ્યું કે, વિરાટ કોહલી જાનવારો માટે ઘણું કામ કરી રહ્યો છે. અમે તમામને તેની પાસેથી પ્રેરણા લેવની અપીલ કરીએ છીએ.
આ પહેલા કોંગ્રેસ નેતા શશિ થરૂર, સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ કેએસ પણિકર રાધાકૃષ્ણન, અનુષ્કા શર્મા, હેમા માલિની, કપિલ શર્મા, સની લિયોની, આર માધવન અને જેકલીન ફર્નાન્ડીઝને પણ પેટાનો પર્સન ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવી ચુક્યો છે.
વિરાટ કોહલીએ ધોની સાથેની જૂની તસવીર કરી શેર, કહી આ મોટી વાત
રાજ્યસભામાં સીટ બદલાવાથી ભડક્યા સંજય રાઉત, સભાપતિને પત્ર લખી કહી આ વાત