મુંબઈઃ એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે બેઠક બાદ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેના સાથે ગઠબંધન કરવા તૈયાર થઈ છે. એનસીપીના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે.


સોનિયા ગાંધીએ બુધવારે એનસીપી પ્રમુખ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. મુલાકાત બાદ આ વાત સામે આવી છે. આજે સાજે દિલ્હીમાં કોંગ્રેસ-NCPની બેઠક યોજાવાની છે, જેમાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અંગે ચર્ચા થશે.


કોંગ્રેસના કેટલાક સૂત્રોએ એવી સ્પષ્ટતા કરી કે, જો શિવસેના કોઈપણ પ્રકારનો સાંપ્રદાયિક એજન્ડા ચલાવશે તો કોંગ્રેસ તરત સરકારમાંથી હટી જશે. સૂત્રોના દાવા પ્રમાણે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી સરકાર રચવાને લઈ સહમતિ બની ગઈ છે અને આ માટે કોંગ્રેસ તથા શિવસેના વચ્ચે કોમન મિનિમમ પ્રોગ્રામને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.


મહારાષ્ટ્રમાં ગત મંગળવારથી રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. શિવસેનાએ પરિણામો બાદ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો પરંતુ સરકાર બનાવવા રાજ્યપાલને મનાવવામાં નિષ્ફળ રહી હતી. રાજ્યની સૌથી મોટી પાર્ટી ભાજપે પહેલા જ સરકાર બનાવવાને લઈ તેમના હાથ પાછા ખેંચી લીધા હતા. વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસે 44 સીટ પર જીત મેળવી છે. ત્રણેય મળીને આસાનીથી સરકાર બનાવી શકે છે. રાજ્યમાં બહુમત માટેના 145ના આંકડા સામે ત્રણેય પાર્ટીઓના મળીને 154 ધારાસભ્યો છે. 105 સીટ જીતીને રાજ્યમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભર્યું હતું.


વિરાટ કોહલીને 2019માં મળ્યો આ ખાસ એવોર્ડ, જે પહેલા મળી ચુક્યો છે તેની પત્ની અનુષ્કાને, જાણો વિગત

રાજ્યસભામાં સીટ બદલાવાથી ભડક્યા સંજય રાઉત, સભાપતિને પત્ર લખી કહી આ વાત

વિરાટ કોહલીએ ધોની સાથેની જૂની તસવીર કરી શેર, કહી આ મોટી વાત