Hyundai Creta Facelift First Look Review: ઓટો માર્કેટમાં ક્રેટા પહેલાથી જ ધૂમ મચાવી રહી છે અને કંપનીની લાખ કોશિશ છતાં ક્રેટા માર્કેટની જરૂરિયાને પૂરી કરવામાં પરેશાની અનુભવી રહી છે. ઈન્ડોનેશિયામાં કંપનીએ ફેસલિફ્ટ ક્રેટાનું નવું વર્ઝન લોન્ચ કર્યુ છે. આ નવા વર્ઝનને જોયા બાદ ખબર પડે છે કે ફેસલિફ્ટ ક્રેટા તેના જૂના સંસ્કરણથી વધારે હિટ રહેવાની છે. હ્યુન્ડાઈ ક્રેટાના નવા વર્ઝનને આગામી વર્ષે બજારમાં લોન્ચ કરાશે તેમ માનવામાં આવે છે.


હ્યુન્ડાઈ ક્રેટા 2022માં એક નવું પેરામીટ્રિક જ્વેલ ગ્રિલ છે. તે એલઈડી ડીઆરએલ સાથે આવે છે. હ્યુન્ડાઈ ક્રેટા 2022ના લુકની વાત કરવામાં આવે તો રેક્ટેંગ્યુલર એલઈડી હેડલેંપ, સ્લિમર એર ઈનટેલના રિવાઇઝડ બંપર, સિલ્વર કલરની ફોક્સ સ્કિડ પ્લેટ અને નવા ડિઝાઇનવાળા ફોગ લેમ્પ એસેમ્બલી છે. જુના વર્ઝનની જેમાં સાઇડ પ્રોફાઈલમાં અનેક બદલાવ કરવામાં આવ્યો છે.




હ્યુન્ડાઈ ક્રેટા 2022નું આવું હશે ઈન્ટીરિયર


હ્યુન્ડાઈ ક્રેટા એસયુવી 2022માં અનેક પ્રકારની સુવિધા આપવામાં આવી છે. નવી ક્રેટામાં ડ્રાઈવર અસિસ્ટેંસ સિસ્ટમની સુવિધા આપવામાં આવી છે. તેની સાથે શાનદાર ઈન્ટીરિયરમાં ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, 360 ડિગ્રી કેમેરો અને અપડેટેડ બ્લૂલિંક કનેક્ટેડ કાર ટેકનોલોજી સુવિધા સામેલ છે.  કારની સિક્યુરિટીની વાત કરીએ તો તેમાં સુરક્ષા સ્ટોલ વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ અને સ્ટોલન વ્હીકલ ઈમોબિલાઇઝેશન છે.


હ્યુન્ડાઈ ક્રેટ ફેસલિફ્ટને ઈન્ડોનેશિયમામાં લોન્ચ કરવામાં આવી છે, જેમાં 1.5 લીટર નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે. ઉપરાંત 114 બીએચપી પાવર અને 142 એનએમનો ટોર્ક જનરેટ કરે છે આ મોડલમાં ટ્રાન્સમિશન ઓપ્શનમાં કોઈ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી,. સૌથી મોટો બદલાવ ડ્રાઇવિંગ ડિસ્પ્લે 10.25 ઈંચ સુધી કરવામાં આવ્યો છે. તેનાથી તમામ ડ્રાઈવિંગ મોડ સરળતાથી જોઈ શકાય છે.




Creta SUV 2022ની કિંમત


હ્યુન્ડાઈ ક્રેટા ફેસલિફ્ટની કિંમત વર્તમાન મોડલ કરતાં વધારે હોઈ શકે છે. હાલના એસયુવી મોડલની કિંમત 10.16 લાખ રૂપિયાથી 17.87 લાખ રૂપિયા છે.


Car loan Information:

Calculate Car Loan EMI