કોરોના કાળમાં પણ કંપનીઓએ નવી કાર લોંચ કરવાનું ચાલુ રાખ્યું છે. પેટ્રોલ-ડીઝલ, ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં ઘણી કાર લોન્ચ કરવામાં આવી છે.તે આપણે ઘણી વાર નવી કાર ખરીદતાની સાથે જ અજાણતાં એવી કેટલીક ભૂલો કરી બેસીએ છીએ, જેના કારણે મોટું નુકસાન થઈ શકે છે.


પ્રથમ સર્વિસ

જ્યારે પણ આપણે નવી કાર ખરીદીએ  ત્યારે  કાર તેની પ્રથમ સર્વિસ થાય ત્યાં સુધી યોગ્ય રીતે ચલાવવી જોઈએ. સમયસર કારની પ્રથમ સર્વિસ કરાવવી જોઈએ.  આમ કરવાથી તમારી કારને વધુ નુકસાન થશે નહીં. પ્રથમ સર્વિસ પછી પણ બાકીની સર્વિસ સમયસર થવા દો.

વધારે એક્સિલરેટર આપવાનું ટાળો

હંમેશાં જોવામાં આવે છે કે લોકો નવી કારમાં બિનજરૂરી એક્સિલરેટ આપે છે, જેના કારણે એન્જિન પ્રભાવિત થાય છે. આ સાથે બળતણનો વપરાશ પણ વધે છે. એટલું જ નહીં, ઘણી વખત લોકો એન્જિન બંધ કરતા પહેલા 2 થી 3 વખત એક્સિલરેટરનો ઉપયોગ પણ કરે છે, જે એન્જિન માટે નુકસાનકારક સાબિત થાય છે. આ કરવાનું ટાળો.

ઓવર લોડિંગ ન કરો

કારમાં બૂટ સ્પેસ ફક્ત માલ સંગ્રહવા માટે છે. પરંતુ ઘણીવાર લોકો વધારે માલ રાખે છે, જેને ઓવરલોડિંગ કહેવામાં આવે છે. કારમાં વધારે સામાન રાખવાથી કારના ટાયર, સસ્પેન્શન અને એન્જિન તેમજ પરફોર્મંસ પર પણ ખરાબ અસર પડે છે.

Towing ન કરો

નવી કારથી બીજી કોઈ પણ કારને ટોઈંગ કરવાનું ટાળો. કારણકે આમ કરવાથી એન્જિન પર સીધી અસર થાય છે. જો કારની સર્વિસ થઈ ગઈ હોય તો આમ કરવાથી બચી શકાય છે.

યૂઝર મેન્યુઅલ બુક જરૂર વાંચો

નવી કારના ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને યૂઝર મેન્યુઅલ બુક જરૂર વાંચો. આમ કરવાથી, તમે કાર વિશે ઘણું બધુ જાણશો. જેની મદદથી તમે તમારી કારનો ઉપયોગ વધુ સારી રીતે કરી શકશો.






Car loan Information:

Calculate Car Loan EMI