- 1.બ્રેકમાં સમસ્યાઃ વાહનમાં બ્રેકિંગ સિસ્ટમ કેટલી મહત્વની છે તે આપણે બધા જાણીએ છીએ. બ્રેક વાહનની સાથે તમારી સુરક્ષા માટે પણ મહત્વની છે. કાર ચલાવતી વખતે જો બ્રેક પેડમાં કોઇ પરેશાની જોવા મળે તો તાત્કાલિક સર્વિસ કરાવવી જોઈએ. એક સમય બાદ વાહનના બ્રેક પેડ ઉખડવા લાગે છે, તેને મેન્ટેન કરવી ખૂબ જરૂરી છે.
- એન્જિનની વોર્નિંગ લાઇટઃ કારમાં એન્જિન લાઇટ શરૂ જોવા મળે તો કારના એન્જિનના પ્રોબ્લેમ હોઇ શકે છે. આ સ્થિતિમાં કારને તાત્કાલિક સર્વિસ સેંટર પર લઇ જઇ એન્જિન ચેક કરાવવું જોઈએ.
- ઓછો પાવરઃ ડ્રાઇવિંગ સમયે કારમાં પાવરની કમી લાગે તો તેનું કારણ ઓછું એન્જિન કમ્પ્રેસન કે જામ ફ્યૂલ ફિલ્ટર હોઇ શકે છે. આ સ્થિતિમાં કારના પાવરમાં કમીથી તેના ફંકશનિંગ અને સેફ્ટી બંને પ્રભાવિત થાય છે. તેથી વિલંબ કર્યા વગર કારને મિકેનિકને બતાવવી જોઈએ.
- 4.કારમાં લીકેજઃ ઘણી વખત કારમાંથી પાણી, એન્જિન ઓઇલ ટપકતું જોવા મળે છે. જો આવું કંઇ જોવા મળે તો એક મોટી સમસ્યા હોઇ શકે છે. જો કાર શરૂ હોય તો તાત્કાલિક મિકેનિક પાસે લઇ જાવ.
- કારમાંથી અવાજ આવેઃ જો કારને સ્ટાર્ટ કરતી વખતે કોઇ અવાજ આ તો તે ક્યાંથી આવે છે તે જાણવાનો પ્રયાસ કરો. અનેક વખત અવાજ તમારા વાહન માટે નુકસાનકારક હોય છે. આ સ્થિતિમાં વારંવાર કારથી અવાજ આવે તો સર્વિસ સેંટર કે મિકેનિક પાસે લઇ જાવ.
Car loan Information:
Calculate Car Loan EMI