નવી દિલ્હી: કિઆ સેલ્ટોઝની સફળતા બાદ કિઆ હવે જલ્દી પોતાની બીજી કાર ભારતમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ કારનું નામ ચે કિઆ સોનેટ. તેને સબકૉમ્પેક્ટ એસયૂવીની કેટેગરીમાં રાખવામાં આવી છે. કંપનીએ કિઆ સોનેટના લોન્ચની જાહેરાત ઓટો એક્સપોમાં કરી હતી અને હવે કંપની 18 સપ્ટેમ્બરે માર્કેટમાં ઉતારી રહી છે. કંપનીએ પહેલાથી જ સબકૉમ્પેક્ટ એસયૂવી માટે પ્રી-બુકિંગ શરૂ કરી દિધુ છે. 25 હજાર રૂપિયા દઈને તમે આ કારની પ્રી બુકિંગ કરાવી શકો છો. આ કારનું પ્રોડક્શન આંધ્ર પ્રદેશના અનંતપુરમાં બનેલા પ્લાનમાં થશે. કિઆની બીજી કારની સફળતાને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કાર પણ લોકોને પસંદ આવશે. તમને જણાવીએ કે કિઆ સોનેટમાં શું છે ખાસ ફિચર્સ.


શુ ખાસ છે કિઆ સોનેટ કારમાં ?

આ કાર આઈએમટી અને વાયરસ પ્રોટેક્શન જેવા હાઈટેક ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. કંપનીની સિગ્નેચર સ્ટાઈલ ટાઈગર-નોઝ ગ્રિલ, એલઈડી હેડલાઈટ્સની સાથે એલઈડી ડીઆરએલ , બે ટોન બંપર, ફોગ લેમ્પ, ઈલેક્ટ્રિક સનરૂફ, 16 ઈંચ ડાયમંડ કટ઼ અલોય વ્હીલ્સ અને એલઈડી ટેલલાઈટ્સ આપવામાં આવી છે. કારમાં 10.25 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોનેનમેન્ટ સિસ્ટમ કનેક્ટિવિટી સાથે આપવામાં આવી છે. આ સિવાય કારમાં 7 સ્પીકર સિસ્ટમ,ઈલેક્ટ્રિક સનરુફ, ફ્રંટ વેંટિલેટેડ સીટ્સ આપવામાં આવી છે. સ્ટીયરિંગ પર ડ્રાઈવ મોડ, ટ્રેક્શન કંટ્રોલ અને સ્માર્ટફોન માટે વાયરલેસ ચાર્જિંગ પણ છે. કિઆ સોનેટમાં એક નવું ફિચર ફ્રન્ટ પ્રાર્કિંગ સેન્સર પણ છે.

એન્જિન અને સેફ્ટી ફીચર- કિઆ સોનેટમાં ત્રણ એન્જિન ઓપ્શન સાથે માર્કેટમાં આવશે. તેનાથી 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિનમાં ડીસીટી અને મૈનુઅલ ટ્રાંસમિશન મળશે. 1.2 લીટર સાથે ઈન્ટેલિજેન્ટ મેન્યૂઅલ ટ્રાન્સમિશન અને 1.5 લીટર ડીઝલ એન્જિનમાં 6 સ્પીડ મેન્યૂઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન મળશે.

સેફ્ટી ફીચર્સની વાત કરવામાં આવે તો આ કારમાં ઘણા શાનદાર ફીચર્સ છે જેમાં 6 એરબેગ છે. ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ઓટો હેડલાઈટ, બ્રેક અસિસ્ટ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવા લેટેસ્ટ ફિચર્સ છે.

સોનેટના કલર અને કિંમત- આ કારના કલરની વાત કરવામાં આવે તો 10 રંગોમાં મળશે જેમાં રેડ, બ્લૂ, બ્લેક, વ્હાઈટ, સિલ્વર, બેઝ ગોલ્ડના શેડ સામેલ છે. કારની કિંમતો ખુલાસો નથી થયો પરંતુ તેની સબકૉમ્પેક્ટ કેટેગરીનો જોતા અનુમાન છે કે કિંમત 7 લાખથી શરૂ થઈ શકે છે અને ટોપ મોડલ 12 લાખ સુધી જઈ શકે છે.

આ કાર સાથે થશે મુકાબલો- કૉમ્પેક્ટ એસયૂવી સેગમેન્ટમાં કેટલીક કાર ખૂબ જ સારૂ કરી રહી છે. એવામાં કિઆ સોનેટને કોમ્પિટિશન મળશે. કિઆ સોનેટનો મુકાબલો મારૂતિ બ્રેઝા, હ્યુન્ડાઈની વેન્યૂ, ટાટા નેક્સન અને મહિંદ્રાની એક્સયૂવી 300 સાથે રહેશે.

Car loan Information:

Calculate Car Loan EMI