નવી દિલ્હી: રેસિંગ અને સ્પોર્ટ્સ બાઈક્સ માટે જાણીતી કંપની KTMએ પોતાની નવી બાઈક KTM 250 એડવેન્ચર ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ બાઈકને KTM 390 એડવેન્ચર પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે.


આ બાઈક ખાસ એ લોકો માટે બનાવવામાં આવી છે, જેઓ એડવેન્ચર્સનો શોખ ધરાવે છે. કંપનીએ આ બાઈકમાં 248 ccનું સિંગલ સિલિન્ડર એન્જીન આપ્યું છે, જે 30hp પર 9,000rpm પાવર અને 24 Nm પર 7,500rpmનો ટૉર્ક જનરેટ કરે છે. એન્જીનને 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. તેમાં 5.0 ઈંચની બ્લેક એન્ડ વ્હાઈટ TFT ડિસ્પ્લે આપવામાં આવી છે. 14.5 લીટર ક્ષમતાવાળી પેટ્રોલ ટેન્ક આપવામાં આવી છે.

KTM 250 Adventure ના ફીચર્સ

આ બાઈકમાં જીપીએસ બ્રેકેટ, રેડિએટર પ્રોટેક્શન ગ્રિલ, ક્રેશ બંગ્સ, હેડલેમ્પ પ્રોટેક્શન અને હેન્ડલબાર બેડ્સ, ABS જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. એડવેન્ચર સીરીઝની આ બાઈકને તમામ પ્રકારના રસ્તાઓ પર ચલાવી શકાય છે.



આ બાઈકની એક્સ -શોરૂમ કિંમત 2.48 લાખ રૂપિયા છે. આ એક ટ્રાવેલ -એડ્યૂરો બાઈક છે. KTM 250 એડવેન્ચરનો લુક 390 એડવેન્ચર જેવો જ છે. બન્ને બાઈક એન્જીન અને કલરમાં ફકર છે. KTM 250 એડવેન્ચર બ્લેક અને ઓરેન્જ કલરમાં અવેલેવબલ છે.

Car loan Information:

Calculate Car Loan EMI