Lamborghini Huracan Tecnica: લક્ઝરી કાર નિર્માતા Lamborghini એ આવતીકાલે ભારતમાં તેની નવી કાર Lamborghini Huracan Tecnica  લૉન્ચ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ લક્ઝરી કારની ખાસિયત એ છે કે તે રેસટ્રેક મોડલ છે. આ કાર 325 kmphની ઝડપે દોડવામાં સક્ષમ છે. ચાલો કારની સંભવિત કિંમત, ફીચર્સ વિશે જાણીએ.


લુકની વાત કરીએ તો આ લક્ઝરી કારની ડિઝાઈન બ્રાન્ડના સિયાન મોડલ જેવી જ છે. બીજી તરફ આ કારના બમ્પરમાં Y-આકારનું ઇન્સર્ટ, અપડેટેડ વિન્ડો લાઇન, નવા 20-ઇંચના એલોય વ્હીલ્સ અને કાર્બન-ફાઇબર એન્જિન કવર મળશે. તે હેક્સાગોન આકારની ડ્યુઅલ એક્ઝોસ્ટ પાઈપ્સ, રીઅર સ્પોઈલર અને નવું ઈન્ટિગ્રેટેડ ડિફ્યુઝર આપવામાં આવ્યું છે.


જો આપણે ફીચર્સ વિશે વાત કરીએ તો આ આવનારી લક્ઝરી કારમાં હાર્નેસ સીટ બેલ્ટ, કાર્બન-સિરામિક બ્રેક્સ, કાર્બન-ફાઈબર એન્જિન કવર જેવા ફીચર્સ અંદર જોવા મળશે. આ સાથે તેમાં LDVI સિસ્ટમ ઉમેરવામાં આવી છે, જે કારની વિવિધ સુવિધાઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે. તેની ડિઝાઇન માટે HMI ઇન્ટરફેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


એન્જિન વિશે વાત કરીએ તો તેમાં V10 નેચરલી એસ્પિરેટેડ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એન્જિન 640hpનો મહત્તમ પાવર અને 565 Nmનો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ હશે. ટ્રાન્સમિશન વિશે વાત કરીએ તો એન્જિન 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. આ લક્ઝરી કાર માત્ર 3.2 સેકન્ડમાં 0 થી 100 kmphની સ્પીડ પકડવામાં સક્ષમ છે. તેની ટોપ સ્પીડની વાત કરીએ તો તે 325 KM/કલાક છે.


કારની કિંમત વિશે વાત કરીએ તો કંપનીએ તેનો ખુલાસો કર્યો નથી. નિષ્ણાતોના મતે આ કારની કિંમત 4.50 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ) હોઈ શકે છે.


Ahmedabad: અમદાવાદની સૌ પ્રથમ મહિલા ડ્રગ્સ ડીલરની ધરપકડમાં શું થયો મોટો ખુલાસો ? જાણીને ચોંકી જશો


PIB Fact Check: તમને 25 લાખના લોટરી લાગી છે ? આવો મેસેજ મળે તો ચેતી જાજો નહીંતર....


Sonali Phogat Death: ટિકટોક સ્ટાર અને BJP નેતા સોનાલી ફોગાટના PA એ રચ્યું કાવતરું ? જાણો કોણે લગાવ્યો આરોપ


Astrology: સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, આ રાશિના જાતકના શરૂ થશે સારા દિવસો, તો અન્ય રાશિની વધી શકે છે મુશ્કેલી


Car loan Information:

Calculate Car Loan EMI