Honda Elevate vs Maruti Suzuki Brezza: હોન્ડાએ હાલમાં જ તેની શાનદાર એસયૂવી કાર એલિવેટ મિડ-સાઇઝ એસયુવીને શાનદાર કિંમતમાં લોન્ચ કરી છે. આ કાર તેને તેના સેગમેન્ટમાં સૌથી વધુ સસ્તી બનાવે છે. જો કે, હોન્ડા એલિવેટના કેટલાક વેરિઅન્ટ્સની કિંમત મારુતિની બ્રેઝા અને ટાટા નેક્સન કાર સહિતની કેટલીક સબ-4 મીટર SUV જેવી જ છે. આજે આપણે મારુતિ બ્રેઝા સાથે હોન્ડા એલિવેટની સરખામણી કરવા જઈ રહ્યા છીએ. હોન્ડા એલિવેટ અને મારુતિ સુઝુકીની બ્રેઝા બંને ખૂબ જ શાનદાર એસયૂવી કાર છે. 


કિંમત


Elevate SUV 4 ટ્રીમ લેવલ્સમાં ઉપલબ્ધ છે - SV, V, VX અને ZX, જેની કિંમત રૂ. 10.99 લાખ અને રૂ. 16 લાખની વચ્ચે છે. જ્યારે બ્રેઝા 4 ટ્રિમ્સમાં પણ ઉપલબ્ધ છે - LXi, VXi, ZXi અને ZXi+, જેની કિંમત રૂ. 8.29 લાખથી રૂ. 13.98 લાખની વચ્ચે છે. જ્યારે ડ્યુઅલ-ટોન વેરિઅન્ટની કિંમત 16,000 રૂપિયા વધુ છે.


પાવરટ્રેન


પાવર માટે, Honda Elevate પાસે 1.5-litre i-VTEC 4-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે, જે 121PS પાવર અને 145Nm ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં 6-સ્પીડ મેન્યુઅલ અને CVT ઓટોમેટિકનો સમાવેશ થાય છે.


બ્રેઝા 1.5-લિટર K15C નેચરલી-એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 103PS પાવર અને 136.8Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ છે. Brezza પાસે CNG વિકલ્પ પણ છે, જે 87bhp અને 121.5Nmનું આઉટપુટ જનરેટ કરે છે.



માઇલેજ


બ્રેઝા પેટ્રોલ મેન્યુઅલને 17.38 kmpl ની ARAI પ્રમાણિત માઇલેજ મળે છે, જ્યારે ઓટોમેટિક વર્ઝન 19.8 kmpl અને CNG વર્ઝન 25.51 km/kg મેળવે છે.


જ્યારે હોન્ડા એલિવેટ મેન્યુઅલ 15.31 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપે છે, જ્યારે સીવીટી 16.92 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપે છે.


ડાઈમેન્શન


એલિવેટની લંબાઈ 4312 mm, પહોળાઈ 1790 mm અને ઊંચાઈ 1650 mm અને તેનો વ્હીલબેઝ 2650 mm છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 220mm અને બૂટ સ્પેસ 458-લિટર છે.


તેની લંબાઈ બ્રેઝા કરતા 317 મીમી વધુ છે. એલિવેટનું વ્હીલબેઝ પણ બ્રેઝા કરતા 150 મીમી લાંબું છે. એલિવેટને 20 mm વધુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને 130-લિટરની વધુ બૂટ સ્પેસ મળે છે.                


 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial


 


Car loan Information:

Calculate Car Loan EMI