Love Jehad: સુરતના પાંડેસરામાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવકે યુવતી સાથે મિત્રતા બાંધીને તેમની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું. પોલીસે આરોપીની ધરપકડ કરીને સઘન પૂછપરછ હાથ ધરી હતી.


સુરતના પાંડેસરામાં લવ જેહાદના કિસ્સામાં  કેટલાક  ચોંકાવનાર ખુલાસા  થયા છે. આ ખુલાસા ખુદ આરોપીએ કર્યાં છે. આરોપી રિઝવાન ગફર શાહએ કરણ નામથી ઓળખ આપીને યુવતી સાથે મિત્રતા બાંધી અને પછી તેમને દિલ્લી લઇ ગયો. તેમની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતુ. યુવતીને ધર્મપરિવર્તન કરવા માટે પણ દબાણ કરનામાં આવતું હતું. જો ધર્મ પરિવર્તન ન કરે તો કેટલાક તેમની સાથેના ફોટો પણ વાયરલ કવાની ધમકી આપી હતી. ફરિયાદી યુવતીએ આ સમગ્ર આપવીતિ પોલીસ સમક્ષ જણાવી હતી. 


સુરત પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન તેમણે અનેક ચોંકાવનાર ખુલાસા કર્યા હતા. આરોપી યુવકે જણાવ્યું હતુ કે, હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેમનું ઘર્મપરિવર્તન કરવાના અને તેમની સાથે લગ્ન કરવાનો ટાર્ગેટ આપનામાં આવે છે અને તેના પૈસા પણ મળે છે.


ફરિયાદ યુવતીએ જણાવ્યા મુજબ યુવક તેમને રિક્ષામાં લેવા મૂકવા આવતો હતો અને તેમણે તેમનું નામ કરણ જણાવ્યું હતુ અને મિત્રતા બાંધી હતી બાદ તેમને ધર્મપરિવર્તન અને લગ્ન કરવા દબાણ કર્યું હતુ. આવુ ન કરવા પર ફોટો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.                                                                              


આ પણ વાંચો


Asian Games 2023: પ્રણયે હારીને પણ રચ્યો ઇતિહાસ, ભારતને બેડમિન્ટનમાં મેન્સ સિંગલ્સમાં 41 વર્ષ બાદ મળ્યો બ્રોન્ઝ


Mumbai Fire: મુંબઇના ગોરેગાંવમાં સાત માળની ઇમારતમાં ભીષણ આગ, સાત લોકોના મોત, 39 ઇજાગ્રસ્ત


Aravalli: મોડાસા માઝુમ ડેમના વિસ્થાપિતોની જમીનનો વિવાદ બન્યો ઉગ્ર, પોલીસ છાવણીમાં ફેરવાયું અમરાપુર ગામ


Syrian Military Academy Attack: સીરિયન મિલિટરી એકેડમી પર ડ્રોન હુમલો, ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા