Car loan Information:
Calculate Car Loan EMIMaruti suzuki એ લોન્ચ કરી BS6 7-સીટર CNG કાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Feb 2020 10:19 AM (IST)
દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકીએ પોતાની પોપ્યલૂર 7 સીટર Ertiga ને S-CNG મોડલમાં લોન્ચ કરી છે.
નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકીએ પોતાની પોપ્યલૂર 7 સીટર Ertiga ને S-CNG મોડલમાં લોન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે 1 કિલો CNG પર 26.08 કિલોમીટર સુધી એવરેજ આપશે. દેશની આ પ્રથમ એવી MPV છે જે ફેક્ટરી ફિટ CNG વિકલ્પ સાથે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે Ertiga દેશભરમાં સૌથી વધુ વહેંચાતી MPV છે અને તેના 5.28 લાખ કરતા વધારે ગ્રાહકો છે. Maruti Ertiga VXi CNG BS6ની કિંમત 8.95 લાખ રાખવામાં આવી છે. મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર શશાંક શ્રીવાસ્તવે કહ્યું અમે અમારા ગ્રાહકો માટે સતત ગતિશીલતા સમાઘાન રજૂ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. MPV સેગમેન્ટમાં પહેલેથી જ Ertiga સૌથી વધારે વહેંચાનારી કાર રહી છે. તેમણે કહ્યું દેશમાં ફેક્ટરી ફિટ CNG કાર રજૂ કરનાર પ્રથમ કંપની હોવાના નાતે આજે અમને ગર્વ છે. અમે અમારા ગ્રાહકોને અમારી પ્રોડક્ટમાં વિશ્વાસ રાખવા બદલ આભાર વ્યક્ત કરીએ છીએ.