નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયાએ આજે બીએસ-6 કાર Ignis લોન્ચ કરી છે. કંપનીએ તેની ડિઝાઈનમાં કેટલાક ફેરફાર કર્યા છે, આ સાથે જ તેમાં કેટલાક નવા ફિચર્સ પણ સામેલ કરવામાં આવ્યા છે.


નવી Ignisની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 4.89 લાખથી લઈને 7.19 લાખ રૂપિયા સુધી છે. કંપનીએ નવી Ignisને ઓટો એક્સપો 2020માં બતાવી હતી. લોકોએ આ ડિઝાઈનના પણ ખૂબ વખાણ કર્યા હતા. કંપનીના પ્રબંધ નિર્દેશક અને મુખ્ય કાર્યકારી અધિકારી કેનિચી આયુકાવાએ કહ્યું નવી Ignisમાં એસયૂવી જેવી ફિચર આપવમાં આવ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી કે નવી Ignis પોતાની એસયૂવી જેવી ડિઝાઈન અને ખાસ જગ્યાને કારણે લોકોને પસંદ આવશે.

એન્જીનની વાત કરવામાં આવે તો ફેસલિફ્ટ Ignisમાં BS6 ક્મ્પ્લાયન્ટ 1.2-લીટર K12, 4- સિલિન્ડર પેટ્રોલ એન્જીન લાગ્યું છે જે 82 bhp પાવર અને 113 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ મૈન્યૂઅલ અને AMT ગેરબોક્સ ઓપ્શનમાં ઉપલબ્ધ છે. એક લીટરમાં આ કાર 20.89 કિલોમીટરની એવરેજ આપે છે. સેફ્ટી માટે આ કારમાં એરબેગ, ઈબીડી, ISOFIX ચાઈલ્ડ સીટ માઉન્ટ અને સીટબેલ્ટ પ્રી ટેંશનર્સ જેવા ફીચર આપવામાં આવ્યા છે.

જૂના મોડલની તુલનામાં નવી Ignisમાં નવા ફોગ લેમ્પ કેસિંગ અને વર્ટિકલ રિફ્લેટર પણ જોવા મળે છે. કંપનીએ હવે તેમાં નવા બે કલર ઓપ્શન પણ આપ્યા છે. કારની કેબિન અને લેઆઉટ જૂની કાર જેવું જ છે. આમાં 7 ઈંચ ટચસ્ક્રીન મ્યૂઝિક સિસ્ટમ સાથે નવુ સ્માર્ટપ્લે સ્ટૂડિયો ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે.


Car loan Information:

Calculate Car Loan EMI