Maruti Suzuki Grand Vitara: એક લાંબા ઇન્જતાર બદા કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) પોતાની મિડસાઇઝ એસયુવી ગ્રાન્ડ વિટારા (Grand Vitara)ને જલદી લૉન્ચ કરવાની છે. મારુતિ અને ટૉયોટાની પાર્ટનરશીપ અંતર્ગત બનેલી આ કારને દેશના માર્કેટમાં ઉપલબ્ધ Kia Seltos, Hyundai Creta, Volkswagen Taigun, MG Astor, Nissan Kicks, Skoda Kushaq જેવી કારો સાથે જબરદસ્ત ટક્કર થવાની સંભાવના છે.
ગ્રાન્ડ વિટારા કંપનીની દેશના બજારમાં ઉપલબ્ધ એસ-ક્રૉસ (Maruti Suzuki S-Cross)ની જગ્યા લેશે. એસ-ક્રૉસને મારુતિએ 2015 માં લૉન્ચ કરી હતી, પરંતુ કંપની હવે ભારતમાં એસ-ક્રૉસનુ ઉત્પાદન બંધ કરી દીધુ છે, જે પછી હવે ગ્રાન્ડ વિટારા બજારમાં આનુ સ્થાન લેશે. કંપનીએ આ કાર માટે બુકિંગ પણ શરૂ કરી દીધુ છે.
Nexa ડીલરશીપ દ્વારા થશે સેલ -
વિટારા મારુતિના ઇતિહાસની અત્યાર સુધીની સૌથી એડવાન્સ કાર થવાની છે જે ગ્લૉબલ C પ્લેટફોર્મ પર આધારિત હશે. આ કારમાં 1.5 લીટર K15C ફૉર સિલિન્ડર ડ્યૂલજેટ માઇલ્ડ હાઇબ્રિડ પેટ્રૉલ એન્જિન મળશે. મારુતિએ એસ-ક્રૉસની Nexa દ્વારા વેચાણ કર્યુ હતુ. 2017માં એસ-ક્રૉસનું ફેસલિસ્ટ મૉડલ પણ લૉન્ચ થયુ હતુ, જેને લોકોએ ખુબ પસંદ કર્યુ હુત, પરંતુ હવે આના સેગમેન્ટમાં નવી કારોના આવવાથી આના વેચાણમાં ઘણી કમી આવી છે. એટલા માટે હવે આનુ ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યુ છે. આ કારની જેમ નવી વિટારા પણ Nexa ડીલરશીપ દ્વારા સેલ કરવામાં આવશે.
ક્રેટા સાથે થશે ટક્કર -
ગ્રાન્ડ વિટારાનુ ઉત્પાદન ઓગસ્ટમાં શરૂ કરવામાં આવે એવી શક્યતા છે. આ નવી કારને લૉન્ચની સાથે કંપની દેશના બજારમાં મિડ સાઇઝ એસયુવી સેગમેન્ટમાં પોતાની ભાગીદારી વધારવા માંગે છે. 4.3 મીટર લાંબી મારુતિ વિટારાની ટક્કર હ્યૂન્ડાઇ ક્રેટા (Hyundai Creta) સાથે થશે. કિઆ સેલ્ટૉસ (Kia Seltos) અને ટૉયોટા અર્બન ક્રૂઝર હાઇરાઇડર (Toyota Urban Cruiser HyRyder) પણ આની સખત પ્રતિદ્વંદ્વી છે.
આ પણ વાંચો..........
Gujarat corona: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 777 કેસ નોંધાયા, 626 દર્દી થયા સાજા
Sri Lanka Crisis: 'સંકટમાં ફક્ત ભારત જ અમારી મદદ કરી રહ્યુ છે', શ્રીલંકાના ઉર્જામંત્રીએ કરી પ્રશંસા
મેઘરાજાના વિરામ બાદ ડાંગમાં જોવા મળ્યા તારાજીના દ્રશ્યો, પૂર્ણા નદીના પાણી ઓસરતા મળ્યા પાંચ મૃતદેહો
Car loan Information:
Calculate Car Loan EMI