મારૂતિ સુઝુકીની નવી S-Cross માં નેક્સ્ટ જનરેશન સ્માર્ટ હાઈબ્રિડ 1.5 Litre K-series પેટ્રોલ એન્જિન મળશે. આ એન્જિન 103.5bhp નો પાવર અને 138Nm ટોર્ક જનરેટ કરશે. આ સિવાય કંપની તેમાં નવી એડવાન્સ Infotainment સિસ્ટમ પણ સામેલ કરશે. જ્યારે તેમાં એડવાન્સ અને અગ્રેસિવ exterior ડિઝાઈન મળશે, સાથે ડ્યૂલ terrain drivability ની સુવિધા મળશે.
મારૂતિની નવી S-Cross પેટ્રોલને ઓનલાઈન અને NEXA ડિલરશીપથી બુક કરી શકો છો. ઓનલાઈન બુકિંગ માટે NEXA app પર જઈ શકો છો. દેશમાં હાલના સમયે 370+ NEXA શોરૂમ છે. 5 ઓગષ્ટે તેને લોન્ચ કરવામાં આવશે. નવી S-Cross પેટ્રોલને 11,000 રૂપિયામાં બુક કરી શકાય છે. માનવામાં આવી રહ્યું છે કે તેની કિંમત આશરે 9.90 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે.
નવી S-Cross નો મુકાબલો honda ની નવી WR-V સાથે થશે. નવી હોન્ડા WR-V પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં આવે છે. પેટ્રોલ મોડલની કિંમત 8.49 લાખથી શરૂ થાય છે જ્યારે ડીઝલ મોડલની કિંમત 9.69 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
Car loan Information:
Calculate Car Loan EMI