લોકડાઉનના કારણે ઓટો ઈન્ડસ્ટ્રીઝને પણ ભારે નુકશાનનો સામનો કરવો પડ્યો છે. ઘણા મહિનાથી ઓટો કંપનીઓની ઈન્કમમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે હવે દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકી પોતાના ગ્રાહકો લોભામણી અને વેચાણ વધારવા માટે ઘણી સ્કીમો લાવી છે. આ માટે કંપનીએ આઈસીસીઆઈ બેંકની સાથે કરાર પણ કર્યો છે.


ફ્લેક્સી EMI

આ સ્કીમમાં કંપની ગ્રાહકોને શરૂઆતમાં ઓછા ઈએમઆઈ ભરવાની સુવિધ આપી રહી છે. આના આધારે ઈઆમઆઈ શરૂઆતના ત્રણ મહિના માટે એક લાખ રૂપિયાની લોન પર 899 રૂપિયાથી શરૂ થશે. પરંતુ ત્રણ મહિના પછી આ રકમ વધી જશે.

બલૂન EMI

આ ઓફરમાં મારૂતિની કાર ખરીદી પર કસ્ટમર્સને ઓછો હપ્તો ભરવો પડશે જો કોઈ ગ્રાહક આ ઓફર પર કાર ખરીદે છે તો છેલ્લા હપ્તા સિવાય પ્રતિ લાખ રૂપિયાની લોન પર 1797 રૂપિયાનો હપ્તો ભરવો પડશે અને છેલ્લો ઈએમઆઈ લોનની રકમનો ચોથો હિસ્સો હશે.

સ્પેટ EMI

મારૂતિ સુઝુકી અને આઈસીઆઈસીઆઈની આ સ્કીમ માટે કસ્ટમર્સને તેની ઈન્કમ વધવાની સાથે-સાથે દર વર્ષે 10 ટકા સુધીના ઈએમઆઈ વધારવાની સુવિધા મળશે. આ ઓફરમાં પહેલા વર્ષનો હપ્તો 1752 પ્રતિ લાખ રૂપિયાથી શરૂ કરવામાં આવી શકશે જોકે દર વર્ષે 10 ટકાના હિસાબથી વધશે. કંપનીની આ સ્કીમ ગ્રાહકો પાંચ વર્ષની લોન લઈ શકશે.

Car loan Information:

Calculate Car Loan EMI