નવી દિલ્હીઃ કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી નવી જનરેશન Celerio ને ભારતમાં જલદી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. નવી Celerioમાં બીએસ6 એન્જિન ઉપરાંત અનેક કોસ્મેટિક બદલાવ પણ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવી Celerio મેના અંતમાં કે જૂન મહિનામાં આવી શકે છે. જોકે, કંપની તરફથી આ અંગે હજુ કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. કારની કિંમત એક્સ શો રૂમ દિલ્હી સાડા ચારથી પાંચ લાખ રૂપિયા વચ્ચે હશે તેમ કહેવાય છે.


એન્જિનમાં મોટો બદલાવ
નવી જનરેશન Celerio 1.2 લીટર K12B એન્જિન સાથે લોન્ચ થશે. આ પાવરફૂલ એન્જિન હાલ Swift અને WagonRમાં આવે છે. જે 83 Psનો પાવર અને 113 NM ટોર્ક જનરેટ કરે છે. પરંતુ Celerioમાં એન્જિનના પાવર અને ટોર્કમાં બદલાવ હાઈ શકે છે.

આ ઉપરાંત કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નવી જનરેશન Celerioમાં BS6વાળું 1.0 લીટર K10B, થ્રી સિલેંડર પેટ્રોલ પણ મળશે. આ એન્જિન 67bhpનો પાવર અને 90 NM ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ AMT ટ્રાન્સમિશન સાથે આવશે. હાલ Celerioમાં 1.0 લીટર પેટ્રોલ એન્જિન લાગેલું હોય છે.

કોને આપશે ટક્કર
મારુતિની નવી Celerio નો અસલી મુકાબલો હ્યુન્ડાઈ સેન્ટ્રો સાથે થશે. આ કાર તેની સ્ટાઇલ અને સ્પેસ માટે ઓળખવામાં આવે છે. કારમાં 1086સીસીનું પેટ્રોલ એન્જિન લાગેલું હોય છે. જે 69 PSનો પાવર આવે છે. કારમાં 5 સ્પીડ ગિયરબોક્સની સુવિધા આપવામાં આવી છે. સેન્ટ્રોની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 4.47 લાખ રૂપિયાથી લઈ 6.20 લાખ રૂપિયા વચ્ચે છે. આ કારમાં સારી સ્પેસ છે અને 5 લોકો આરામથી બેસી શકે છે. આ કાર 5 સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ સાથે આવે છે, ઉપરાંત CNG ઓપ્શનમાં પણ ઉપલબ્ધ છે. નવી સેલેરિયો હ્યુન્ડાઈ સેન્ટ્રો ઉપરાંત રેનો ક્વિડ, ટાટા ટિયાગોને પણ ટક્કર આપશે.

Car loan Information:

Calculate Car Loan EMI