Maruti Suzuki Launches a CNG variant : મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે તેની લોકપ્રિય કાર સ્વિફ્ટનું S-CNG વેરિઅન્ટ 12 સપ્ટેમ્બર, 2024ના રોજ લોન્ચ કર્યું છે. આ નવી સ્વિફ્ટ S-CNGની માઇલેજ 32.85 km/kg છે, જે તેને તેના સેગમેન્ટમાં સૌથી વધુ માઇલેજ પ્રીમિયમ હેચબેક બનાવે છે.


આ નવી સ્વિફ્ટ કારની ડિઝાઇન બોલ્ડ અને સ્પોર્ટી લુક સાથે આવે છે. નવા મોડલમાં Z-Series ડ્યુઅલ VVT એન્જિન છે, જે ઓછા CO2 ઉત્સર્જન સાથે 101.8 Nm ટોર્ક જનરેટ કરે છે, જેના પરિણામે શહેરોમાં વધુ સારી રીતે ડ્રાઇવિંગ થાય છે. આ નવી સ્વિફ્ટ S-CNG ત્રણ વેરિયન્ટ્સમાં રજૂ કરવામાં આવી છે - V, V(O) અને Z. આ તમામ વેરિઅન્ટ્સમાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ છે.




આ CNG કાર આઇકોનિક સ્ટાઇલ સાથે આવે છે
મારુતિ સુઝુકી ઈન્ડિયાના માર્કેટિંગ અને વેચાણના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ ઓફિસર પાર્થો બેનર્જીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે 'સ્વિફ્ટ હંમેશા તેના શક્તિશાળી પ્રદર્શન અને આઇકોનિક શૈલી માટે જાણીતી છે. નવી એપિક સ્વિફ્ટ એસ-સીએનજીના લોન્ચ સાથે, તેના શાનદાર ઈતિહાસને આગળ લઈ જવામાં આવી રહ્યો છે. આ નવી કારમાં ઉત્કૃષ્ટ માઇલેજ અને ઉત્તમ ડ્રાઇવિંગ અનુભવનું અદ્ભુત સંયોજન છે, જે તેને ગ્રાહકોમાં શ્રેષ્ઠ પસંદગી બનાવે છે.


મારુતિ સુઝુકીની CNG ટેક્નોલોજી 
પાર્થો બેનર્જીએ વધુમાં કહ્યું કે 'મારુતિ સુઝુકીએ 2010માં ભારતમાં CNG વાહનોનું ઉત્પાદન શરૂ કર્યું હતું. ત્યારથી, 20 લાખથી વધુ S-CNG વાહનોનું વેચાણ થયું છે, જેના પરિણામે 20 લાખ ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો થયો છે. તેમની S-CNG ટેક્નોલોજીએ ગ્રીન મોબિલિટી સોલ્યુશન્સ વધુ સુલભ બનાવ્યા છે. ગયા વર્ષે તેમના CNG વાહનોના વેચાણમાં 46.8%નો વધારો થયો હતો.


સ્વિફ્ટની નવી સુવિધાઓ
નવી સ્વિફ્ટ S-CNGમાં 6 એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ અને હિલ હોલ્ડ આસિસ્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સિવાય તેમાં ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, રીઅર એસી વેન્ટ, વાયરલેસ ચાર્જર, સ્પ્લિટ રીઅર સીટ્સ, 7 ઈંચની સ્માર્ટ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને સુઝુકી કનેક્ટ જેવા નવા ફીચર્સ પણ સામેલ છે.


નવી સ્વિફ્ટ CNGની કિંમત
સ્વિફ્ટ CNG ત્રણ વેરિઅન્ટ સાથે માર્કેટમાં આવી છે. તેના VXI વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 8,19,500 રૂપિયા છે. જ્યારે તેના મિડ-વેરિઅન્ટ VXI(O) વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 8,46,500 રૂપિયા છે. મારુતિ સ્વિફ્ટ CNGના ટોપ-વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 9,19,500 રૂપિયા છે.


આ પણ વાંચો : આ લાલ અને કાળા રંગની કારમાં શું છે ખાસ? સ્કોડાએ રજૂ કર્યું મોન્ટે કાર્લો એડિશન


Car loan Information:

Calculate Car Loan EMI