MG GLOSTER માં સાત ડ્રાઈવિંગ મોડ્સ આપવામાં આવ્યા છે. તેમાં ઓટો, ઈકો, સ્પોર્ટ, મડ, રોક, સ્નો અને સેન્ડ સામેલ છે. GLOSTERમાં 70થી વધુ સ્માર્ટ ફિચર આપવામાં આવ્યા છે.
નવી દિલ્હી: મોરિસ ગેરેજેજ (MG) એ ભારતીય માર્કેટમાં પોતાની ફુલ સાઈઝ SUV સેગમેન્ટમાં MG GLOSTER લૉન્ચ કરી દીધી છે. ખૂબજ સ્ટાઈલિસ અંદાજવાળી આ MG GLOSTER 7 સીટવાળી છે. જેની ટક્કર ટોયોટા ફૉર્ચ્યૂનર અને ફોર્ડ એન્ડેવર જેવા ડિમાંડિગ એસયૂવી સાથે થશે. ભારતમાં 4 ટ્રિમ લેવલમાં થશે લૉન્ચ MG GLOSTER ભારતમાં Super, Sharp, Smart અને Savvy જેવા 4 ટ્રિમ લેવલમાં લોન્ચ કરવાની તૈયારી છે. GLOSTERને 215bhp 2.0 લીટર 4 સિલિન્ડર ટર્બો ડીઝલ એન્જીન અને 161 bhp 2.0 લીટર ટર્બોચાર્ચ્ડ ડીઝલ એન્જીનથી સજ્જ છે. વેરિએન્ટની વાત કરીએ તો MG GLOSTER માં 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યા છે. એટલું જ નહીં સુપર અને સ્માર્ટ વેરિએન્ટ રિયર વ્હીલ ડ્રાઈવ ઓપ્શન સાથે ભારતીય બજારમાં ઉતારવામાં આવી છે. સાથે જ શાર્પ અને સેવી વેરિએન્ટને ફોર વ્હીલ ડ્રાઈવથી લેસ કરવામાં આવી છે. MG GLOSTER માં સાત ડ્રાઈવિંગ મોડ્સ આપવામાં આવ્યા છે. તેમાં ઓટો, ઈકો, સ્પોર્ટ, મડ, રોક, સ્નો અને સેન્ડ સામેલ છે. ટોપ વિરેએન્ટમાં પાર્ક આસિસ્ટ, અડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, ફોર્વર્ડ કોલીસન વાર્નિંગ સિસ્ટમ, ઓટોમેટિક ઈમરજન્સી બ્રેકિંગ, લેન ડિપાર્ચર વાર્નિગ અને બ્લાઈંડ સ્પોટ ડિટેક્શન સહિત ડ્રાઈવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ જેવી તમામ ખૂબીઓ આપવામાં આવી છે. 70થી વધુ સ્માર્ટ ફીચરથી છે સજ્જ MG GLOSTER માં ઘણા સ્પેશિયલ સેગમેન્ટ ફીચર્સ છે. તેની સાથે કસ્ટમગર જે પણ ટ્રીમ પંસદ કરે છે. તેને તેના પ્રમાણે LED HEADLIGHTS, LED DRL, LED ફોગ લેપ્સ, એલોય વ્હીલ્સ, 12.3 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ, પેનારોમિક સનરુફ, થ્રીઝોન ક્લાઈમેટ કંટ્રોલ સિસ્ટમ, 8 ઈંચની ટીએફટી સ્ક્રીન સાથે જ આઈસ્માર્ટ કનેક્ટિવિટી સૂટ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. GLOSTERમાં 70થી વધુ સ્માર્ટ ફિચર આપવામાં આવ્યા છે. ગ્રાહક MG i-SMART ટેક્નોલજીની મદદથી પોતાના સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકશે. કિંમતી વાત કરીએ તો, બે એન્જીન ઓપ્શન અને લેવલ 1 ઓટોનોમસની યોગ્યતાથી લેસ MG GLOSTERની ભારતીય બજારમાં 30થી લઈને 45 લાખ રૂપિયા સુધી રહેશે. આ કારનું બુકિંગ ભારતમાં શરુ થઈ ગયું છે. બુકિંગ માટે ટોકન અમાઉન્ટ 1 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.