Car loan Information:
Calculate Car Loan EMIકાર ખરીદવાના હો તો જાણી લો આ મોટા સમાચાર, મોદી સરકારે શું કરી દીધું છે ફરજિયાત ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Mar 2021 10:17 AM (IST)
ડ્રાઇવરની બાજુમાં વાહનની આગળની સીટ પર બેઠેલા મુસાફરો માટે એરબેગની ફરજિયાત જોગવાઈ અંગે મંત્રાલયે ગેઝેટ જાહેરનામું બહાર પાડ્યું છે.
(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
નવી દિલ્હીઃ જો તમે હાલ નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હો તો આ સમાચાર વાંચવા જરૂરી છે. કારમાં ફ્રન્ટ સીટ પેસેન્જર માટે એરબેગ ફરજીયાત કરવામાં આવી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નિવેદન અનુસાર, નવા મોડલના મેન્યુફેક્ચર પર આ નિયમ 1 એપ્રિલ 2021થી લાગુ થશે. જ્યારે જૂના મોડલ પર આ નિયમ 31 ઓગસ્ટ 2021થી લાગુ થશે. વાહનના માપદંડોને લઈ મુખ્ય ટેકનિકલ કમિટીએ એરબેગ લગાવવા પર મહોર લગાવી હતી.પરિવહન મંત્રાલયે કાયદા મંત્રાલયને આ અંગે પ્રસ્તાવ મોકલ્યો હતો કે ફ્રંટ એરબેગની નોટિફિકેશનને મંજૂર કરવામાં આવે. મોટાભાગની કાર નિર્માતા કંપની ટોપ મોડલમાં એરબેગ લગાવીને આપે છે. પરંતુ કારમાં ખાસ કરીને ડ્રાઈવર સીટ પર જ એરબેગ હોય છે પણ હવે ફ્રન્ટ સીટ પેસેન્જર માટે પણ એરબેગ ફરજિયાત કરવામાં આવી છે. આ અંગે ડ્રાઇવરની બાજુમાં વાહનની આગળની સીટ પર બેઠેલા મુસાફરો માટે એરબેગની ફરજિયાત જોગવાઈ અંગે મંત્રાલયે ગેઝેટ જાહેરનામું બહાર પાડ્યું છે. આ એક મહત્વપૂર્ણ સુરક્ષા સુવિધા તરીકે ફરજિયાત કરવામાં આવ્યું છે અને તે સુપ્રીમ કોર્ટ સમિતિના સૂચનો પર પણ આધારિત છે. દુનિયામાં આ વાતને લઈને એક સહમતિ છે કે, વાહનોમાં વધારેમાં વધારે સુરક્ષાત્મક ઉપાય હોવા જોઈએ. જેથી કોઈ પણ દુર્ઘટના થવા પર જિંદગી સુરક્ષિત રહે. Ahmedabad: વૃધ્ધ NRI દંપતિની હત્યા ક્યા ચાર જણે કરી ? જાણો પોલીસે કઈ રીતે કરી હત્યારાઓની ઓળખ ?