અમદાવાદઃ અમદાવાદ મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. નવરંગપુરા વોર્ડમાંથી ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટર નિવર કવિ હિન્દુન નહીં, મુસ્લિમ છે અને તેમણે આ વાત છુપાવી હોવાનો કોંગ્રેસના હારેલા ઉમેદવાર જયકુમાર પેટેલે અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટમાં સુનાવણી કરી છે. સુનાવણી બાદ કોર્ટે ચૂંટણી અધિકારી સહિત તમામ પક્ષકારોને નોટિસ પાઠવી છે અને અરજી પર વધુ સુનાવણી 9 માર્ચે થશે.
વિવાદ સામે આવ્યા બાદ કોર્પોરેટર નિરવ કવિએ કહ્યું, હું જન્મે હિન્દુ છું. સરકારી નિયમ મુજબ એફિડેવીટમાં ઉલ્લેખ કરવાનો હોતો નથી. મારા પિતાના નામ અંગે ખોટી વાત ચાલી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે. ચૂંટણી સમયે પણ આ વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો. ચૂંટણીમાં પણ આ પ્રકારની રાજનીતિ કરવામાં આવી હતી. 18000થી વધુ લીડથી મને જીત મળી છે. હું પક્ષમાં સલાહ લઈને આગળ વધીશ. જય પટેલે ફરિયાદ રજૂ કરી છે તેમાં મારી સામે કોઈ પુરાવા રજૂ નથી કર્યા.
કોર્ટમાં અરજદારના વકીલે ભાજપના કોર્પોરેટર નિરવ મોદીનું ઉમેદવારી પત્ર રદ કરવાની અને તેમને અયોગ્ય ઠેરવવાની માંગ કરી છે. અરજદારે હારેલા ઉદવારને વિજેતા જાહેર કરો તેમ પણ કહ્યું છે. કોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે નિરવ કવિના પિતા મુસ્લિમ છે અને માતા ક્રિશ્ચિયન છે. આ વોર્ડમાં 99 ટકા મતદારો હિન્દુ છે, જેનો લાભ લેવા તેમણે આમ કર્યુ છે.
Ahmedabad: ભાજપના ક્યા નેતા સામે મુસ્લિમ હોવા છતાં હિંદુ ગણાવીને ચૂંટણી જીતવાનો થયો આક્ષેપ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Mar 2021 07:57 AM (IST)
કોર્ટમાં અરજદારના વકીલે ભાજપના કોર્પોરેટર નિરવ મોદીનું ઉમેદવારી પત્ર રદ કરવાની અને તેમને અયોગ્ય ઠેરવવાની માંગ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -