Tata Punch Turbo and Diesel: કેટલાક વેરિયન્ટના બે ચાર મહિના સુધી વેઈટિંગ લિસ્ટ સાથે પંચ સફળ રહી છે. 1.2 લીટર પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ છે. જે 85 બીએચપી અને 113 એનએમ સાથે એએમટી કે મેન્યુઅલ ગિયર બોક્સ ડેવલપ કરે છે. જોકે અમને લાગે છે કે પંચને તેના લુકમાં મેળ બેસાડવા વધારે શક્તિશાળી એન્જિનની જરૂર છે.


આ કોઈ સીક્રેટ નથી કે ટાટા રેંજમાં વધારે શક્તિશાળી એન્જિન છે અને પંચ તેમાંથી એક માત્ર નહીં પરંતુ બે હોઈ શકે છે. તેથી ટાટા પંચને 1.5 લીટર ડીઝલ એન્જિન અને 1.2 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી શકે ચે.


આ બંને એન્જિન અલ્ટ્રોઝમાં મળે છે અને પંચ પણ એક જ પ્લેટફોર્મ પર આધારિત છે. એટલે કે બંને એન્જિનોને જગ્યા મળશે. અલ્ટ્રોઝ ડીઝલ હેચબેક રેન્જમાં કેટલીક ડીઝલ એન્જિન કારમાંથી એક છે, જ્યારે પંચ ડીઝલની તે કિંમત માટે પણ કોઈ પ્રત્યક્ષ હરિફ નહીં હોય.




પંચ ડીઝલ 1.5 લીટર ડીઝલ એન્જિન સાથે આવશે, જે 89 બીએચપી બનાવે છે અને મેન્યુઅલ ગિયર બોક્સ સાથે આવશે. બીજું એન્જિન ડ્રાઇવિંગ અનુભવના મામલે પંચને વધારે આકર્ષક બનાવે છે અને તે ટર્બો પેટ્રોલ એન્જિન છે.  અલ્ટ્રોઝમાં જે ટર્બો પેટ્લો એન્જિન છે તે મોટી નેક્સનમાં પણ છે. પરંતુ નેક્સનથી વિપરીત પંચ પર ટર્બો પેટ્રોલ મોટર ઓછી તાકાત આપતી હોવાથી થોડી અલગ હશે.


એમ પણ કહેવામાં આવી રહ્યું ચે કે વર્તમાન 1.2 લીટર એન્જિનવાળા પંચથી ખૂબ વધારે હશે. ટર્બો પેટ્રોલથી 109બીએચપી અને 140એનએમ બનાવવાની આશા છે, જ્યારે મેન્યુઅલ ગિયરબોક્સ પણ મળશે. ડીઝલ-ટર્બો પેટ્રોલ માટે પંચની કિંમત 70 હજારથી એક લાખ રૂપિયા સુધી વધી જશે.


Car loan Information:

Calculate Car Loan EMI