Okaya Faast Electric Scooter: ભારતીય EV સ્ટાર્ટઅપ ઓકાયા ઈલેક્ટ્રિક વ્હીકલ એ તેનું હાઈ-સ્પીડ ઈ-સ્કૂટર FAST ગ્રેટર નોઈડામાં EV એક્સ્પો 2021માં રૂ. 90,000ની પ્રારંભિક કિંમતે લોન્ચ કર્યું. ઓકાયાએ રૂ. 1,999ની ટોકન રકમ સાથે ઈ-સ્કૂટરનું બુકિંગ શરૂ કર્યું છે. બુકિંગ ઓકાયા ઈલેક્ટ્રીક વાહનોની સત્તાવાર વેબસાઈટ અથવા ડીલરશીપ પર કરી શકાય છે.
સિંગલ ચાર્જમાં 200 કિમી અંતર કાપતું હોવાનો દાવો
ઓકાયા ફાસ્ટ, જે કનેક્ટેડ ઇલેક્ટ્રિક સ્કૂટર તરીકે આવે છે, તે 4.4 kW લિથિયમ ફોસ્ફેટ બેટરી પેક દ્વારા સંચાલિત છે. EV સ્ટાર્ટઅપનો દાવો છે કે ઈ-સ્કૂટર એક વાર ચાર્જ કરવા પર ઓછામાં ઓછું 150 કિમીનું અંતર કાપી શકે છે. તે એવો પણ દાવો કરે છે કે ઉપયોગના આધારે આ રેન્જ સિંગલ ચાર્જ પર 200 કિમી સુધી જઈ શકે છે.
કેટલી છે ટોપ સ્પીડ
Okaya Faast એ એક ઇલેક્ટ્રિક સ્કૂટર છે જે LED લાઇટ્સ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ડે ટાઇમ રનિંગ લાઇટ્સ અને કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ સાથે આવે છે. ઈ-સ્કૂટરની ટોપ સ્પીડ 60 થી 70 kmphની વચ્ચે છે.
કોની સાથે થશે મુકાબલો
તેનો મુકાબલો Ola ના S1 અને S1 Pro સાથે થશે છે. દિલ્હીમાં Ola S1ની કિંમત 91 રૂપિયાની આસપાસ છે. તે સિંગલ ચાર્જ પર 121 કિમી સુધી જઈ શકે છે. તેની ટોપ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાક છે. એક ચાર્જ પર 5 કલાક જેટલો સમય લાગે છે. તે જ સમયે, દિલ્હીમાં Ola S1 Proની કિંમત લગભગ 1.15 લાખ રૂપિયા છે. તે સિંગલ ચાર્જ પર 181 કિમી સુધી જઈ શકે છે. તેની ટોપ સ્પીડ 115 કિલોમીટર પ્રતિ કલાક છે.
આ પણ વાંચોઃ Covid-19 Vaccination: 15 વર્ષથી મોટા બાળકોને ક્યારથી અપાશે વેક્સિન, કોને અપાશે બૂસ્ટર ડોઝ ? જાણો દરેક સવાલના જવાબ
Car loan Information:
Calculate Car Loan EMI