Ola Electric Scooter Hypercharger Station: ઓલા ઇલેક્ટ્રિકે ગઇ 15 ઓગસ્ટે પોતાનુ પહેલુ ઇલેક્ટ્રિક સ્કૂટર લૉન્ચ કર્યુ હતુ. જેને ભારતના ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર માર્કેટમાં હલચલ મચાવી દીધી હતી. કંપનીના Ola S1 અને S1 Pro ના ગ્રાહોકોને ખુબ પ્રેમ મળી રહ્યો છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર્સની બમ્પર બુકિંગ થઇ છે. ઇલેક્ટ્રિક સ્કૂટરની સાથે જ ઓલાએ આખા દેશમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવા માટે પણ વાયદો કર્યો હતો. જે પુરો થતો દેખાઇ રહ્યો છે. ભારત પેટ્રૉલિયમના પેટ્રૉલ પંપ પર ઓલા ઇલેક્ટ્રિક પોતાના હાઇપરચાર્જર સ્ટેશન સ્થાપિત કરી રહ્યું છે. સાથે જ કંપનીએ ગ્રાહકો માટે મોટો જાહેરાત પણ કરી છે. 


4000થી વધુ સ્ટેશન સ્થાપિત કરશે ઓલા- 
ઓલા સીઇઓ ભાવિષ અગ્રવાલે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી દેશના કેટલાય શહેરોમાં આવેલા ભારત પેટ્રૉલિયમના પમ્પ પર હાઇપરચાર્જર લગાવવાની જાહેરાત કરી છે. તેમને પોતાના ટ્વીટમાં લખ્યું હાઇપરચાર્જર રૉલ આઉટ તમામ શહેરોમાં શરૂ થઇ ગયુ છે. પ્રમુખ BPCL (પેટ્રૉલ) પમ્પની સાથે સાથે આવાસીય પરિસરોમાંમાં પણ તેને લગાવવામાં આવશે. ભાવિશ અગ્રવાલે બતાવ્યુ કે, કંપની આગામી વર્ષના અંત સુધી 4000થી વધુ સ્ટેશન સ્થાપિત કરશે. 


8 અઠવાડિયામાં આખા દેશમાં શરૂ થશે- 
દેશભરમાં કેટલાય BPCL પેટ્રૉલ પમ્પ પર લાગેલા હાઇપરચાર્જર દ્વારા લોકો પોતાના Ola S1 અને S1 Pro ઇલેક્ટ્રિક સ્કૂટરને 6 મહિના સુધી મફતમાં ચાર્જ કરી શકશે. આ આખા ભારતામાં 6-8 અઠવાડિયામાં ચાલુ કરી દેવામાં આવશે, જે ગ્રાહકો માટે જૂન 2022ના અંત સુધી ફ્રી રહેશે. આ કંપની દ્વારા ગ્રાહકોને ખુશખબર જેવુ છે. 


18 મિનીટમાં થશે ચાર્જ-
કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર જાણવા મળ્યુ છે કે કંપની દેશના 400 શહેરોમાં હાઇપરચાર્જર નેટવર્ક તૈયાર કરવા પર કામ કરી રહી છે. આ રીતના 1 લાખ ચાર્જર ઇન્સ્ટૉલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરને હાઇપરચાર્જર દ્વારા માત્ર 18 મિનીટમાં ચાર્જ કરીને 75 KMની યાત્રા કરી શકાય છે. 


આ પણ વાંચો........


Justin Lager Resigns: પાકિસ્તાન પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, કોચ લેંગરે આપી દીધું રાજીનામું


અંડર 19 વર્લ્ડકપની ફાઈનલમાં આજે ભારતની ઈંગ્લેન્ડ સામે ટક્કર, જાણો કેટલા વાગે ને ક્યાંથી થશે લાઈવ ટેલીકાસ્ટ ?


લોકરક્ષક દળની લેખિત પરીક્ષા આ તારીખે લેવાશે, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી


Omicron Origin: શું ઉંદરોમાંથી માણસોમાં આવ્યો Omicron? નવા સ્ટડીમાં કરવામાં આવ્યો દાવો


16 વર્ષની વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે માણ્યુ શરીર સુખ, અને પછી.....


Vadodara : 'ધારે તે કરે એટલે ધારાસભ્ય, જ્યાં સુઘી હું ધારાસભ્ય છું ત્યાં સુઘી હું કોઈનું પણ તુટવા નહિ દઉ તેની ખાત્રી આપુ છું'


 


Car loan Information:

Calculate Car Loan EMI