Ola Electric: ઇલેક્ટ્રિક સ્કૂટર અને મોટરસાઇકલ નિર્માતા ઓલા ઇલેક્ટ્રિકે પોતાની થર્ડ જનરેશનની ઝલક બતાવી છે. જનરેશન 3 પ્લેટફોર્મ પર આધારિત ઇલેક્ટ્રિક સ્કૂટરને કંપની 31 જાન્યુઆરીએ રજૂ કરવા જઈ રહી છે. આ સાથે કંપની દ્વારા સોશિયલ મીડિયા પર ઇલેક્ટ્રિક મોટરસાઇકલનો એક નવો ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે જનરેશન 3 પ્લેટફોર્મ પર ઓલાના ઇલેક્ટ્રિક સ્કૂટર કેવું હશે.




જનરેશન 3 પ્લેટફોર્મ


ઓલાનું જનરેશન 3 પ્લેટફોર્મ ઘણી શાનદાર ફીચર્સ સાથે આવવાનું છે. તેમાં એક મેગ્નેટલેસ મોટર જોવા મળશે જેનો ઉપયોગ પ્રથમવાર કરવામાં આવ્યો છે. જેના કારણે સ્કૂટર પહેલા કરતા વધુ ટોર્ક જનરેટ કરશે. ઓલાએ દાવો કર્યો છે કે આ નવી મોટર્સથી પરફોર્મસમાં સુધારો કરશે.


વધુમાં નવા પ્લેટફોર્મમાં સિંગલ બોર્ડ ઇલેક્ટ્રોનિક્સ અને સ્ટ્રક્ચરલ બેટરી પેકનો સમાવેશ થાય છે. હવે બેટરી પેક વાહનની મજબૂતાઈ અને સલામતીમાં પણ સુધારો કરશે.


બેટરી સિસ્ટમના રૂપમાં સ્થાનિક રીતે ઉત્પાદિત 4680 બેટરી સેલનો ઉપયોગ કરશે, જે 10 ટકા વધુ ઉર્જા ઘનતા ધરાવે છે. આ સાથે તેની બેટરી ક્ષમતામાં પણ સુધારો કરવામાં આવ્યો છે.


ઓલાના જનરેશન 3 પ્લેટફોર્મમાં આધુનિક ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે. તેમાં મલ્ટી-કોર પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓલાએ દાવો કર્યો હતો કે તેનું સેન્ટ્રલ કમ્પ્યુટ બોર્ડ પાવરની દ્રષ્ટિએ અન્ય કોઈપણ ટુ-વ્હીલર ઇલેક્ટ્રોનિક્સ બોર્ડ કરતાં વધુ સારું છે, જે એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ્સ (ADAS) જેવી સુવિધાઓને સક્ષમ કરવામાં મદદ કરશે.


ઓલા ઇલેક્ટ્રિક મોટરસાઇકલ


ઓલા ઇલેક્ટ્રિકે તેની ઇલેક્ટ્રિક મોટરસાઇકલની ઝલક પણ આપી છે. સીઈઓ ભાવેશ અગ્રવાલે સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટા પણ શેર કર્યા છે, જેમાં આ મોટરસાઇકલ પીળા અને કાળા રંગમાં જોવા મળી રહી છે. તેમાં LED ડેટાઇમ રનિંગ લેમ્પ્સ સાથે સ્લિમ હેડલેમ્પ અને પ્રોજેક્ટર સેટઅપ છે.


આ ઇલેક્ટ્રિક મોટરસાઇકલમાં TFT સ્ક્રીન પણ જોવા મળે છે. આ ઇલેક્ટ્રિક બાઇક MoveOS 5 પર ચાલશે, જેમાં Ola Maps, રોડ ટ્રિપ મોડ, સ્માર્ટ પાર્ક, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને વોઇસ આસિસ્ટન્ટ જેવા ફીચર્સ હશે.


Auto Sales: માર્કેટમાં વધી આ બાઇકની ડિમાન્ડ, કંપનીએ અત્યાર સુધી વેચ્યા 5 લાખથી વધુ બાઇક





Car loan Information:

Calculate Car Loan EMI