OLA New Electric Scooter Launched: દિગ્ગજ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક ઓલા ઈલેક્ટ્રીકે આજે 15મી ઓગસ્ટના રોજ તેના પોર્ટફોલિયોને વિસ્તારીને S1X, S1X+ અને સેકન્ડ જનરેશન Ola S1 Pro સ્કૂટર્સ લૉન્ચ કર્યા છે. કંપનીએ S1 Proમાં 2 નવા કલર વેરિઅન્ટ ઉમેર્યા છે. નવી Ola S1 Pro 2.6 સેકન્ડમાં 0 થી 40 km/h ની ઝડપ પકડી શકે છે. અને તેની ટોપ સ્પીડ 120 કિમી પ્રતિ કલાક છે. નવી Ola S1 Proમાં 11 KWની મોટર મળશે, સાથે જ તેની રેન્જની વાત કરીએ તો તે 195km છે.
કંપનીએ જણાવ્યું કે ગયા મહિને લોન્ચ કરાયેલ S1 એરને ઘણો પ્રેમ મળી રહ્યો છે. એક મહિનામાં તેને 50 હજારથી વધુ બુકિંગ મળ્યા છે. આ સ્કૂટર 0-40 કિમીની સ્પીડ 3.3 સેકન્ડમાં પકડવામાં સક્ષમ છે, S1Airની ટોપ સ્પીડ 90km/h છે. અને તેની પ્રમાણિત રેન્જ 151 કિમી છે. તેમાં 6 KW મોટર છે. તે ખાસ કરીને શહેર માટે બનાવવામાં આવ્યું હતું.
નવું સ્કૂટર S1X લોન્ચ થયું
કંપનીએ નવું સ્કૂટર S1X બે વેરિઅન્ટ S1X અને S1X+ વેરિઅન્ટમાં લૉન્ચ કર્યું છે. આ સ્કૂટર તમામ નવી મલ્ટી ટોન ડિઝાઇન સાથે ઉપલબ્ધ હશે. તેની રેન્જ 151 કિમી હશે. તેમાં 2 kwh અને 3 kwh બેટરી પેકનો વિકલ્પ મળશે. આ સ્કૂટર 3.3 સેકન્ડમાં 0-40 કિમી/કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે. અને તેની બૂટ સ્પેસ 34 લિટર છે. કંપનીની લાઇન-અપમાં હવે 5 ઇલેક્ટ્રિક સ્કૂટર્સ છે, જેમાં S1 Pro, S1 Air, S1X+, S1X, S1X (2kwh)નો સમાવેશ થાય છે.
કિંમત કેટલી છે
સેકન્ડ જનરેશનના Ola S1 Proની કિંમત રૂ. 1,47,499, S1 Airની કિંમત રૂ. 1,19,999, S1X+ રૂ. 1, 09,999, S1X (2kwh) રૂ. 89,999, S1X (3kwh) રૂ. 99,999 છે. આ તમામ કિંમતો એક્સ-શોરૂમ છે.
આ અઠવાડિયે આ સ્કૂટર્સ પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે
જો તમે આ મહિને 21 ઓગસ્ટ સુધીમાં ઓલાના આ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ ખરીદો છો, તો કંપની ઑફર્સ આપી રહી છે જેના હેઠળ તમે 10,000 રૂપિયા બચાવી શકો છો. ઑફર કિંમતે તમે S1X+ને રૂ. 99,999માં, S1X (2kwh) રૂ. 79,999માં, S1X (3kwh) રૂ. 89,999માં ખરીદી શકો છો.
ડિલિવરી ક્યારે શરૂ થશે ?
સેકન્ડ જનરેશનના Ola S1 Proની ડિલિવરી સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી શરૂ થશે, S1X+ સપ્ટેમ્બરના અંત સુધીમાં અને S1X ડિસેમ્બર સુધીમાં.
સોફ્ટવેર અપડેટ મેળવ્યું
કંપનીએ તેના સ્કૂટર્સ માટે Moves OS4 સોફ્ટવેર અપડેટ રિલીઝ કર્યું છે, તેનું બીટા વર્ઝન 15 સપ્ટેમ્બરથી રોલઆઉટ કરવામાં આવશે. આ સોફ્ટવેર ઘણી સુવિધાઓથી સજ્જ છે.
ઓલાએ તેની ફ્યુચર બાઇક્સ વિશે પણ ખુલાસો કર્યો છે જેમાં ક્રૂઝર, એડવેન્ચર, રોડસ્ટર બાઇક્સનો સમાવેશ થાય છે. સીઈઓ ભાવિશ અગ્રવાલે જણાવ્યું કે કંપની આ બાઈક પર કામ કરી રહી છે જે ભવિષ્યમાં લોન્ચ થશે.
Car loan Information:
Calculate Car Loan EMI