Hop Oxo Electric Bike Launched: ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની હોપ ઇલેક્ટ્રિકે દેશમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક હોપ ઓક્સો લોન્ચ કરી છે. આ બાઇકની કિંમત રૂ.1.25 લાખથી શરૂ થાય છે. આ બાઇકને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. ગ્રાહક આ બાઇકને કંપનીની ડીલરશિપ અને ઓનલાઈન દ્વારા ખરીદી શકે છે.

Oxo Electric ના ફીચર્સ

હોપે આ ઇલેક્ટ્રિક બાઇકને ફ્રીલ-ફ્રી સિટી કોમ્યુટર મોડલ તરીકે ડિઝાઇન કરી છે. આ બાઇક 72V આર્કિટેક્ચર પર બનાવવામાં આવી છે. આ બાઇકમાં 5-ઇંચ IP67-રેટેડ ડિજિટલ ડિસ્પ્લે, જીઓ-ફેન્સિંગ, 4G કનેક્ટિવિટી, રિજનરેટિવ બ્રેકિંગ, એન્ટી-થેફ્ટ એલાર્મ, સ્પીડ કંટ્રોલ, LED ટર્ન ઇન્ડિકેટર્સ, રાઇડ સ્ટેટિસ્ટિક્સ, Oxo મોબાઇલ એપની કનેક્ટિવિટી જેવી ઘણી સુવિધાઓ છે. જ્યારે તેમાં કોઈ LED હેડલેમ્પ નથી. તેની સીટ ખાસ કરીને લોકોની સુવિધા અને આરામને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

150 કિમી છે બાઇકની રેન્જ

બાઇકને 3.75 kWh બેટરી પેક મળે છે જે 6,200 વોટની ઇલેક્ટ્રિક મોટર સાથે જોડાયેલું છે. આ બાઇક માત્ર 4 સેકન્ડમાં 0-40 kmphની સ્પીડ પકડી શકે છે. ટર્બો મોડ પર આ બાઇક 90 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. કંપનીનો દાવો છે કે એક જ ચાર્જમાં આ બાઇકથી 150 કિમીની રેન્જ મળશે.

મળે છે Fast ચાર્જિંગ

આ નવી ઈલેક્ટ્રિક બાઈક ઈકો, પાવર અને સ્પોર્ટ જેવા ત્રણ મોડમાં ચલાવી શકાય છે. તેના પોર્ટેબલ સ્માર્ટ ચાર્જરની મદદથી આ બાઇકને સામાન્ય રીતે ઘરોમાં ઉપયોગમાં લેવાતા 16 એમ્પીયર સોકેટથી ચાર્જ કરી શકાય છે. આ બાઇકને 0 થી 80% સુધી ચાર્જ કરવામાં માત્ર 4 કલાકનો સમય લાગે છે.

આ પણ વાંચોઃ

Parivartini Ekadashi 2022: આ એકાદશી પર કરવામાં આવે છે વામન દેવની પૂજા, આ ઉપાયથી થાય છે માતા લક્ષ્મીની કૃપા

Bangladesh PM Delhi Visit: બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાનું કરાયું શાહી સ્વાગત, જુઓ તસવીરો

Karnataka Heavy Rain: કર્ણાટકમાં ભારે વરસાદ બન્યો મુસીબત, બેંગલુરુમાં IT કંપનીએ 225 કરોડનું નુકસાન, હુબલીમાં ઘરોમાં ઘૂસ્યા પાણી

Gujarat Monsoon: રાજ્યમાં આવશે ચોમાસોનો વધુ એક રાઉન્ડ, આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા

India Corona Cases Today:  ભારતમાં કોરોના કાબુમાં, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા જ કેસ

આ છે કંપનીનો ફ્યૂચર પ્લાન

હોપ તેની ભાવિ યોજનાઓ તૈયાર કરી રહી છે. કંપની તેના નવા ઉત્પાદનો, ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદન વધારવા માટે આવતા વર્ષના અંત સુધીમાં રૂ. 200 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. કંપનીના સ્થાપક અને સીઈઓ કેતન મહેતાએ માહિતી આપી છે કે કંપનીએ તાજેતરમાં રૂ. 50 કરોડનું રોકાણ કર્યું છે અને આગામી 1 વર્ષમાં કંપની વધુ રૂ. 200 કરોડનું રોકાણ કરશે.


Car loan Information:

Calculate Car Loan EMI