Passenger Vehicle Demand in India: ભારતમાં આ વખતે પહેલા છ મહિનામાં જ કારનું વેચાણ 20 લાખના આંકડાને પાર કરી ગયું છે. જે કોઈપણ કેલેન્ડર વર્ષમાં પ્રથમ વખત જોવા મળી છે. જેમાં ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા લોન્ચ કરાયેલા નવા મોડલ્સે ખાસ ભૂમિકા ભજવી હતી તેમ ઈકોનોમિક ટાઈમ્સના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. 


એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા દ્વારા માત્ર અડધા વર્ષમાં આટલી મોટી સંખ્યામાં વેચાણ મેક્સિકો, ઑસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં આખા વર્ષમાં વેચાયેલા વાહનોની સંખ્યા બરાબર છે.


ભારતીય પેસેન્જર કાર માર્કેટ 2023ના પહેલા ભાગમાં જ 10 ટકા વધવાની ધારણા છે. જે સળંગ ત્રીજો છમાહિ હશે જેમાં વેચાણમાં બે આંકડામાં વૃદ્ધિ થશે. જ્યારે આ અગાઉ વર્ષ 2022ના પહેલા છ મહિનામાં 16 ટકા અને બીજા છમાસિક ગાળામાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.


માત્ર ચીન અને અમેરિકા જ આગળ


ભારતમાં પેસેન્જર વાહનોના વેચાણના આંકડાઓ પર નજર કરીએ તો ખાસ કરીને ગયા વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારત 2023માં વિશ્વના ત્રીજા સૌથી મોટા કાર બજાર તરીકે ઉભરી આવ્યું છે.


2030 સુધીમાં 6-7 મિલિયન સુધી પહોંચવાની અપેક્ષા 


જ્યારે એવી ધારણા છે કે 2023 સુધીમાં ભારતમાં વેચાયેલા વાહનોની સંખ્યા 6-7 મિલિયન સુધી પહોંચી શકે છે. જેનો અંદાજ કાર ઉત્પાદકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.


12 વર્ષથી વધુ સમય લાગ્યો


ભારતીય કાર માર્કેટમાં વેચાણને બમણું કરવામાં 12 વર્ષથી વધુ સમય લાગ્યો છે. જ્યારે સ્થાનિક બજારમાં 10 લાખ વાહનોના વેચાણના આંકડાને સ્પર્શતા લગભગ 5 વર્ષ લાગ્યા છે. જે જૂન 2010માં પૂર્ણ થયું હતું.


દર મહિને 3,00,000 થી વધુ વાહનોનું વેચાણ


ભારતમાં દર મહિને વેંચાતા વાહનોની સંખ્યા 30,0000 એકમોને વટાવી ગઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે.


નવી કારનું વેઈટિંગ આવે તો સાવધાન! થઈ શકે છે સ્કેમ


જો તમે નવી કાર ખરીદવા જાઓ છો, તો તમને તેની ડિલિવરી તરત જ મળતી નથી. આ માટે તમને કારના મોડલ અને તમારા શહેરના આધારે 1 મહિનાથી 2 વર્ષ સુધીનો સમય આપવામાં આવે છે. કારના બુકિંગ અને ડિલિવરી વચ્ચેના આ સમયને વેઇટિંગ પિરિયડ કહેવામાં આવે છે. લાંબા સમય સુધી રાહ જોવાની આ સ્થિતિ લગભગ દરેક કંપનીના તમામ લોકપ્રિય મોડલ સાથે સમાન છે. આ સ્થિતિમાં લોકો સાથે ઘણી ડીલરશીપ પર કૌભાંડો પણ થાય છે, જેના કારણે તેમને તેમના બજેટ કરતા ઘણો વધારે ખર્ચ કરવો પડે છે. 


વાસ્તવમાં, ઘણી કંપનીઓની ઘણી ડીલરશીપ પર એવું જોવામાં આવ્યું છે કે, તેઓ ગ્રાહક પાસેથી ઝડપી ડિલિવરી મેળવવાના નામે વધુ ચાર્જ વસૂલે છે અને ગ્રાહકને વાહન માટે લાંબા સમય સુધી રાહ જોવાનો સમયગાળો અથવા વાહનના ટોપ મોડલ ખરીદનારા લોકો પાસેથી તેઓ ઝડપથી ડિલિવરી કરાવવાનું વચન આપે છે. જેના કારણે ગ્રાહક ઇચ્છતા ન હોવા છતાં પણ વધુ પૈસા ખર્ચવા પડે છે. ઘણી વખત ડીલરો અને કંપનીઓ સંયુક્ત રીતે લાંબા વેઇટિંગ પિરિયડની બ્લફ આપે છે, જેનાથી બંનેને ફાયદો થાય છે. ચાલો જાણીએ કે, લાંબા વેઈટિંગ પિરિયડનો ખેલ કેવી રીતે થાય છે. 


https://t.me/abpasmitaofficial


Car loan Information:

Calculate Car Loan EMI