અમદાવાદઃ સમગ્ર દેશમાં 21 દિવસ સુધીના લોકડાઉન બાદ ફરીથી 3 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે લોકો ઘરની બહાર નથી નીકળી શકતા અને એવામાં કાર અને બાઇકનો ઉપયોગ પણ નથી થઈ શકતો. જેના કારણે કાર અને બાઇકની બેટરી પણ ખરાબ થઈ શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, લાંબા સમય સુધી કારનો ઉપયોગ ન કરવામાં આવે તો બેટરીને લઈને મુશ્કેલી આવી શકે છે.

ઘણાં લોકો કારને આવી કોઈપણ મુશ્કેલીમાંથી બચાવવા માટે સપ્તાહમાં એક વખત 5 મિનિટ સુધી કારને ચાલુ કરે છે. જોકે આ યોગ્ય ઉકેલ નથી. જો કરવું જ હોય તો તમે થોડા અંતર સુધી કારને ચલાવો અથવા તો થોડા થોડા દિવસે 15 મિનિટ સુધી કાર ચાલુ રાખો. જો શક્ય હોય તો જીવન જરૂરિયાત વસ્તુ લેવા માટે નજીક જવાનું હોય તો કારનો ઉપયોગ કરી શકો છો. પરંતુ લોકડાઉનનું ઉલ્લંઘન કરીને લોંગ ડ્રાઈવર જવું યોગ્ય રહેશે નહીં. આગળ વાંચો તમારી કારની બેટરીને કેવી રીતે સાચવશો.

1. જો એક કે બે પ્રયત્ને કાર ચાલુ ન થાય તો વારંવાર ચાલુ કરવાનો પ્રયત્ન ન કરવો. જો કાર ચાલુ ન થતી હોય અને વારંવાર પ્રયત્ન કરશો તો તેના કારણે બેટરી સાવ ઉતરી જશે.

2. કાર ચાલુ કરતાં પહેલા ચેક કરી લેવું જોઈએ કે કાર જમ્પ સ્ટાર્ટ માટે તૈયાર તો છે ને. બેટરી પણ જોઈ લેવી જોઈએ જો કોઈ લીક હોય તો જમ્પ સ્ટાર્ટ કરવાતાં પહેલા બેટરી રિપ્લેસ કરાવી લેવી જોઈએ.

3. જમ્પ સ્ટાર્ટ કરતાં પહેલા જમ્પર કેબલની જરૂરત પડશે ઉપરાંત બીજી કારની પણ જરૂરત પડશે જેની બેટરી યોગ્ય રીતે કામ કરતી હોય. બેટરી સાથે કેબલ જોડતા પહેલા બન્ને કાર ન્યૂટ્રલ મોડમાં હોવી જરૂરી છે.

4. કેબલ સાથે જોડ્યા બાદ ડોલર કારને ચાલુ કરવાની કરી થોડી મિનિટ સુધી ચાલુ રાખવાની રહેશે. બાદમાં ઇન્ટીરિયર લાઈટ ચેક કરવાની રહેશે. જો લાઈટ ઓન દેખાય તો ડેડ કારને ચાલુ કરવાનો પ્રયત્ન કરવો.

5. બાદમાં કેબલને દૂર કરીને કારને થોડા સમય માટે ચાલુ રાખવી. જો આમ કર્યા બાદ પણ કાર ચાલુ ન થાય તો તમારી બેટરી ડેડ થઈ ગઈ છે અને તમારે નવી બેટરીની જરૂર પડશે.

Car loan Information:

Calculate Car Loan EMI