Reliance Enter Into Car Market: ભારતીય બજારમાં ઘણી કાર નિર્માતા કંપનીઓ છે. આમાંથી ઘણી વિદેશી કંપનીઓ પણ છે, જે વિદેશમાં બનેલી ગાડીઓને ભારતમાં વેચે છે. અને ઘણી કંપનીઓ એવી પણ છે જેમને ભારતમાં જ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપિત કર્યા છે. એવામાં હવે જો સ્થાનિક કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓની વાત કરીએ તો ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું નામ સૌથી પહેલા આવે છે. હવે આ યાદીમાં રિલાયન્સનું નામ પણ સામેલ થઈ શકે છે.
રિલાયન્સની ગાડીઓનો બજારમાં પ્રવેશ! ભારતના મોટા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દેશમાં ઇલેક્ટ્રિક કાર અને તેની બેટરી બનાવવાનુ પ્લાનિંગ કરી રહી છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, આ માટે ચીનની કાર ઉત્પાદક BYDના ભૂતપૂર્વ ભારતીય એક્ઝિક્યુટિવને પણ કંપનીમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ સાથે, EV પ્લાન્ટની કિંમત નક્કી કરવા માટે કંપનીમાં બહારના સલાહકારોને પણ સામેલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, કંપનીનો હેતુ એવો પ્લાન્ટ બનાવવાનો છે જેમાં એક વર્ષમાં લગભગ 2,50,000 વાહનોનું ઉત્પાદન કરી શકાય. આ સાથે રિલાયન્સ આવનારા સમયમાં આ લક્ષ્યાંક વધારીને 7,50,000 કરવા માંગે છે. કારના ઉત્પાદનની સાથે, રિલાયન્સ એક બેટરી પ્લાન્ટ પણ સ્થાપવા માંગે છે, જેની ક્ષમતા 10 ગીગાવોટ-કલાક (GWh) હશે.
અંબાણી પરિવારનો નવો બિઝનેસએશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા છે. વર્ષ 2005માં બંને ભાઈઓએ ધંધો અલગ કરી લીધો હતો. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની કંપની બેટરીના ઉત્પાદન પર પણ કામ કરી રહી છે. જો અનિલ અંબાણી કારની સાથે બેટરીનું પણ ઉત્પાદન શરૂ કરે તો ઇલેક્ટ્રિક વાહનોની આ રેસમાં બંને ભાઈઓ સામસામે જોવા મળી શકે છે.
ઓટોમોબાઈલ ક્ષેત્રમાં હાલ ભારતમાં ઇલેક્ટ્રિક કારએ અલગ સ્થાન બનાવ્યું છે એવામાં ભારતમાં લોકો હવે ઇલેક્ટ્રિક કાર તરફ આગળ વધી રહ્યા છે. હાલ ભારતમાં ઇલેક્ટ્રિક કારમાં ટાટા મોટર્સે પોતાનો દબદબો બનાવ્યો છે. મહિન્દ્રા પણ આ ક્ષેત્રે પાછળ નથી તે પણ ટાટાને સખત સ્પર્ધા આપી રહ્યું છે. પરંતુ હવે રિલાયન્સ આ ક્ષેત્રમાં પ્રવેશ કરવાની યોજના બનાવી રહ્યું છે જેનાથી ટાટા મોટર્સ અને મહિન્દ્રાને સખત સ્પર્ધાનો સમયનો કરવો પડી શકે છે.
આ પ વાંચો : આ કારને ચલાવવા માટે માત્ર 3.5 રૂપિયાનો ખર્ચ થશે, કંપનીએ આ ઇલેક્ટ્રિક કારમાં ઘણા ફીચર્સ આપ્યા છે
Car loan Information:
Calculate Car Loan EMI