Bike Review: ઈનફિલ્ડ હન્ટર 350ccને તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને તે એક નવા પ્રકારનું RE છે. જો કે તેના માર્કેટમાં આવતા જ તેની સરખામણી અન્ય બાઈક સાથે થવા લાગી છે. જેની હરિફાઈ હાલમાં TVS તરફથી લોન્ચ કરાયેલ રોનિન અને જાવા ફોર્ટી ટુ સાથે છે. તો ચાલો જોઈએ ત્રણેય બાઈકની ફિચર્સ.




ક્યું સૌથી શક્તિશાળી છે?
હન્ટરમાં તેના અન્ય ઈનફિલ્ડ જેવું જ 350 સીસી એન્જિન જોવા મળે છે અને અહીં તે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે 20.2 bhp અને 27 Nm પાવર સાથે ઉપલબ્ધ છે. પાવરની દ્રષ્ટિએ, રોનિન સાથે બહુ તફાવત નથી કારણ કે TVS 5-સ્પીડ ગિયરબોક્સ સાથે 20.1bhp અને 19.93Nm સાથે આવે છે. જોકે જાવા તેનાથી આગળ છે તેમા 27bhp પર વધુ પાવર જોવા મળે છે અને 6-સ્પીડ ગિયરબોક્સ પણ આવે છે. કારણ કે અન્ય બેમાં 5-સ્પીડ ગિયરબોક્સ છે.


ફિચર્સ


હન્ટર 350 181kg પર તેના અન્ય મોડેલ RE કરતાં ઓછું ભારે છે પરંતુ તેમ છતાં સૌથી ભારે તરીકે બહાર આવે છે કારણ કે તેની સરખામમીએ રોનિનનો વજન 160kg છે અને જાવાનો 171kgની આસપાસ છે. રોનિનમાં હન્ટર 350ના 150મીમીની સરખામણીએ 181મીમી પર ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે. ઈંધણની ટાંકીની ક્ષમતા વિશે વાત કરીએ તો હન્ટર 350 અન્ય બે કરતા પાછળ છે. કારણે બીજા બન્નેમાં 14 લીટરની ક્ષમતા છે જ્યાં હંટરમાં 13 લિટરની ક્ષમતા આવે છે. માઇલેજના સંદર્ભમાં વાત કરીએ તો આ ત્રણેય 35-40 kmplની વચ્ચે માઈલેજ આપે છે.




જાણો ત્રણેયની કિંમત


હન્ટર 350 આકર્ષક ડિઝાઇન સાથે આવે છે, પરંતુ વૈકલ્પિક ટ્રિપર નેવિગેશન સિસ્ટમનો સમાવેશ કરતી વિશેષતાઓની સૂચિ સાથે, તે TVS રોનિન જેટલી સારી રીતે સજ્જ નથી, કારણ કે ટીવીએસ સંપૂર્ણ LED લાઇટિંગ, USD ફ્રન્ટ ફોર્ક જેવી સુવિધાઓ સાથે આવે છે. આ ઉપરાંત તેમાં સ્માર્ટફોન ઍક્સેસિબિલિટી પણ આવે છે. ફીચર્સની વાત કરીએ તો જાવા હંટર કે રોનીન સાથે સ્પર્ધામાં પાછળ છે.


TVS રોનિન  આ ત્રણેયમાં સૌથી સસ્તું બાઇક છે, જેની કિંમત રૂ. 1.7 લાખ છે, જ્યારે જાવાની કિંમત ટોપ-એન્ડ માટે રૂપિયા 1.9 લાખ છે. તો બીજી તરફ Enfield Hunter 350 ની કિંમત આ બન્ને સાથે સ્પર્ધા કરવા માટે બન્નેની વચ્ચે હશે.


Car loan Information:

Calculate Car Loan EMI