Used Vehicle:


મોટા ભાગના ડીલરો કોરા વેચાણ પત્ર પર પર વેચનારની સહી લઇ લેતા હોઈ છે. નવા નિયમો મુજબ હવે ડીલરે કાર વેચતા પહેલા પોતાના નામે કરાવવી પડશે જેથી માલિકની જવાબદારી તે ડીલરને વેચતી વખતે જ પૂરી થઈ જશે.


New Rules For Used Vehicle:


હવે રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય (MoRTH) દ્વારા, વાહનોની ખરીદી અને વેચાણ વચ્ચેની છેતરપિંડીને અટકાવવા માટે કેટલાક જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. જેના કારણે જેઓને પોતાના વાહન વેચવા છે, કે પછી કોઈ પાસેથી ખરીદવા છે તેવા તમામ લોકોને ઓછુ હેરાન થવું પડશે. તેનાથી શું ફાયદો થશે તે પણ તમને આ આગળ જણાવીશું.


નવા નિયમો મુજબ આ રીતે થશે કામ:



  • માત્ર એવા ડીલરો કે કંપનીઓ જેઓ આરટીઓ (RTO) માં નોંધાયેલા છે તેઓ જ વાહનોની ખરીદી કે વેચાણ કરી શકશે. તેનાથી પારદર્શિતા વધશે.

  • MoRTH એ સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989ના નિયમોમાં સુધારો કર્યો છે. જેના કારણે વાહન ટ્રાન્સફર, થર્ડ પાર્ટી પાસેથી લેણાંની વસૂલાત, ડિફોલ્ટરને ફિક્સ કરવા જેવી મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવવો સરળ બનશે.

  • હવે રિસેલ માટે આવતા તમામ રજિસ્ટર્ડ વાહનોની માહિતી આપવી ફરજિયાત રહેશે.

  • હવે અધિકૃત ડીલરો પણ કબજે કરેલા વાહનોના ફિટનેસ પ્રમાણપત્ર, નોન ઓબ્જેક્શન સર્ટીફીકેટ (NOC)અને વાહન ટ્રાન્સફર માટે નોંધણી માટે અરજી કરી શકશે.


હવે અધિકૃત ડીલરે પણ ઈલેક્ટ્રોનિક વાહનોનું ટ્રીપ રજીસ્ટ્રેશન રાખવાનું રહેશે. જેમાં વાહનના ઉપયોગ શા માટે થયો હતો તેની સંપૂર્ણ વિગતો આપવાની રહેશે. એટલે કે તે વાહનનું ક્યાય જવાનું કારણ, કારની કેટલા કિલોમીટરની મુસાફરી થઇ છે અને તેને ચલાવનાર ડ્રાઈવર વિશે પણ માહિતી આપવાની રહેશે.


આનાથી શું ફાયદો થશે?


મોટા ભાગના ડીલરો કોરા સેલ લેટર પર વિક્રેતાની સહી લે છે. જ્યારે વાહન તાત્કાલિક વેચવામાં આવતું નથી, તેને વેચવામાં થોડો સમય લાગે છે. આ દરમિયાન વાહનના માલિકને વાહનના ઉપયોગની જાણ થતી નથી. પરંતુ નવા નિયમો અનુસાર હવે ડીલરે કાર વેચતા પહેલા પોતાના નામે કાર રજીસ્ટર કરાવવી પડશે. જેથી માલિકની જવાબદારી સમાપ્ત થાય.


Car loan Information:

Calculate Car Loan EMI