અભિનેતા શાહરૂખ ખાન પાસે તમામ મોંઘી કાર્સની સાથે ફર્સ્ટ જનરેશનની હ્યુન્ડાઇ ક્રેટા કાર પણ સામેલ છે. આ કાર તેણે 2015માં ખરીદી હતી. આ દરમિયાન પણ શાહરૂખ ખાન આ કાર ખરીદનારો પ્રથમ વ્યક્તિ હતો.
શાહરૂખ ખાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેને ગાડી ચલાવવાનો શાનદાર શોખ છે. શાહરૂખ ખાન છેલ્લા બે દાયકાથી હ્યુન્ડાઈનો બ્રાડ એમ્બેસેડર છે. જેને લઈ તેણે 2020 ઓટો એક્સપોમાં કહ્યું હતું કે, હ્યુન્ડાઈ કંપનીના પરિવારનો હિસ્સો છું જેનો મને આનંદ છે.
સેકન્ડ જનરેશન હ્યુન્ડાઈ ક્રેટાનું પ્રથમ બે સપ્તાહમાં 14 હજારથી વધારે કારનું બુકિંગ થઈ ચુક્યુ છે. કંપનીએ સત્તાવાર રીતે ક્રેટા 2020ને સોમવારે લોન્ચ કરી હતી. જેની કિંમત 9.99 લાખ રૂપિયા છે.
ક્રેટાને ત્રણ અલગ-અલગ પાવરટ્રેન સાથે લોન્ચ કરવામાં આવી છે. જેમાં 1.5 લીટર ડીઝલ અને 1.4 ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન સામેલ છે.
ઉપરાંત 10.25 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેંટ સિસ્ટમ આપવામાં આવી છે. બ્લૂ લિંક ટેકનોલોજીમાં 50થી વધારે કનેક્ટેડ કાર ફીચર મળશે અને સેફટીને જોતા અનેક ફીચર્સને અપગ્રેડ કરવામાં આવ્યા છે. કિયા સેલ્ટોસ અને એમજી-હેક્ટરને ક્રેટા ટક્કર આપશે.
Car loan Information:
Calculate Car Loan EMI