Cars Under 8 Lakh In India: ટાટા મૉટર્સ (Tata Motors) પોતાની ઈલેક્ટ્રિક કાર પર દિવાળી ઑફર્સ લઈને આવી છે. Tata Tiago EV પર 75 હજાર રૂપિયા સુધીના લાભો આપવામાં આવી રહ્યા છે. આ સાથે વાહન ખરીદ્યા પછી આગામી છ મહિના સુધી કોઈપણ ટાટા પાવર સ્ટેશન તરફથી ફ્રી ચાર્જિંગની ઓફર પણ આપવામાં આવી રહી છે. Tiago EV પર આ ઑફર માત્ર 31 ઓક્ટોબર સુધી જ આપવામાં આવી રહી છે.


Tiago EV ની રેન્જ 
Tata Tioga EV બે બેટરી પેકના વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. ટાટાની આ ઇલેક્ટ્રિક કાર 19.2 kWh બેટરી પેકના વિકલ્પ સાથે આવે છે. આ તેનું મધ્યમ કેટેગરીનું વેરિઅન્ટ છે. આ બેટરી પેક સાથે આ કાર એક જ ચાર્જિંગમાં 221 કિલોમીટરની રેન્જ આપવાનો દાવો કરે છે. વળી, આ EVમાં લાંબી રેન્જ આપતા 24 kWh બેટરી પેકનો વિકલ્પ પણ છે, જેના કારણે આ કાર એક જ ચાર્જમાં 275 કિલોમીટરનું અંતર કાપી શકે છે. ટાટાની આ ઇલેક્ટ્રિક કારમાં ફાસ્ટ ચાર્જિંગનું ફીચર સામેલ છે. આ વાહન 58 મિનિટમાં ફુલ ચાર્જ થઈ શકે છે.


Tata ની ઇવીનો પાવર 
Tiago EV આ બંને બેટરી પેક સાથે લિક્વિડ-કૂલ્ડ એન્જિનથી સજ્જ છે. આ એન્જિન સાથે મધ્યમ શ્રેણીના વેરિઅન્ટમાં 60 bhpનો પાવર અને 110 Nmનો ટોર્ક મળે છે. જ્યારે લોંગ રેન્જ વેરિઅન્ટ્સમાં 73 bhpનો પાવર ઉપલબ્ધ છે અને 114 Nmનો ટોર્ક જનરેટ થાય છે. આ વાહનમાં મલ્ટી-મોડ રિજનરેશન બ્રેકિંગની સુવિધા પણ સામેલ છે.


Tiago EV મધ્યમ કેટેગરીના વેરિઅન્ટ સાથે 6.2 સેકન્ડમાં 0 થી 60 kmphની ઝડપે પહોંચી શકે છે. જ્યારે લોંગ રેન્જ વર્ઝનમાં આ કાર આ સ્પીડ માત્ર 5.7 સેકન્ડમાં હાંસલ કરી લે છે.


Tata Tiago EV ની કિંમત 
Tata Tiago EVના સાત વેરિઅન્ટ બજારમાં ઉપલબ્ધ છે. આ કાર પાંચ કલર ઓપ્શન સાથે આવે છે. આ વાહનમાં ટીલ બ્લૂ, ડેટોના ગ્રે, ટ્રોપિકલ મિસ્ટ, પ્રિસ્ટીન વ્હાઇટ અને મિડનાઈટ પ્લમ કલર્સ પણ સામેલ છે. ટાટાની આ કાર 8 વર્ષની વોરંટી સાથે ઉપલબ્ધ છે. Tata Tiago EVની એક્સ-શોરૂમ કિંમત 7.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.


આ પણ વાંચો


Electric Motorcycle: આ ઈલેક્ટ્રિક બાઇક scorpio કરતા પણ મોંઘી છે, તેની કિંમત જાણીને તમે વિશ્વાસ નહીં કરો 


 


Car loan Information:

Calculate Car Loan EMI