Gujarat Rain:રાજ્યના 5 જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, યલો એલર્ટ જાહેર

Gujarat Rain:   બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં 22 ઓક્ટોબર સુધી વરસાદનું અનુમાન છે. આજે રાજ્યના 5 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

Continues below advertisement

Gujarat Rain:  રાજ્યના પાંચ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું  છે.  સૌરાષ્ટ્રના બે, તો દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Continues below advertisement

સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના છુટાછવાયા સ્થળે પર ભારે વરસાદ વરસી શકે છે.  તો પ્રવાસન સ્થળ દીવમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં વાતાવરણમાં પલટો આવતા આસોમાં અષાઢી માહોલ જામ્યો છે.  શનિવારે અમદાવાદમાં બપોરના સમયે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે  અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાલડી, ઉસ્માનપુરામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો તો વાસણા, બોડકદેવમાં એક ઈંચથી વધુ વરસાદ વરસતા રસ્તાઓ થયા પાણી પાણી થઇ ગયા હતા.  

22 ઓક્ટોથી બંગાળની ખાડીમાં વધુ એક મજબુત સિસ્ટમ બનવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુમાન વ્યકત કર્યું છે. સિસ્ટમ ચક્રવાતમાં પરિવર્તિત થઈને ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી

7 નવેમ્બરે પણ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના અલગ અલગ ભાગોમાં  વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 7થી 10 નવેમ્બર વચ્ચે રાજ્યના અલગ અલગ જિલ્લામાં નુકસાનીનો વરસાદ વરસવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.

22 મી ઓક્ટોબરે પણ એ સિસ્ટમ મંગાળ ઉપસાગરમાં બની રહી છે. આ સિસ્ટમ લગભગ 22 મી ઓક્ટોબરે બંગાળ ઉપસાગરમાં આવશે અને ત્યાં આ મજબૂત સિસ્ટમ બનશે. ઉપરાંત લગભગ થાઈલેન્ડ બાજુથી આવતા અવશેષોના કારણે પણ બંગાળ ઉપસાગર સક્રિય રહેશે. જેના કારણે તારીખ 22 થી 26 માં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાઈ શકે છે. લગભગ તેની ગતિ 100 થી 120 km કે તેનાથી વધારે રહી શકે છે.પટેલે એમ પણ જણાવ્યું કે, 2025 માં હવામાનમાં મોટા ફેરફારો આવશે. આગામી વર્ષોમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં ગરમી વધારે રહેશે અને ચક્રવાતોની સંખ્યામાં વધારો થશે.                       

 

Continues below advertisement
Sponsored Links by Taboola