Upcoming New Cars: આ નવી કારથી 2024 ની શરુઆત કરશે ટાટા મોટર્સ અને મહિંદ્રા, જાણો શુ હશે ખાસ 

ભારતની બે અગ્રણી ઓટોમોબાઇલ કંપનીઓ ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નવા વર્ષની શરૂઆત અનુક્રમે પંચ EV ઇલેક્ટ્રિક માઇક્રો એસયુવી અને અપડેટેડ XUV300/XUV400ના લોન્ચ સાથે કરશે.

Continues below advertisement

Tata Punch EV and Mahindra XUV300: ભારતની બે અગ્રણી ઓટોમોબાઇલ કંપનીઓ ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નવા વર્ષની શરૂઆત અનુક્રમે પંચ EV ઇલેક્ટ્રિક માઇક્રો એસયુવી અને અપડેટેડ XUV300/XUV400ના લોન્ચ સાથે કરશે.

Continues below advertisement

ટાટા પંચ ઇવી

ટાટાની પંચ ઈલેક્ટ્રીક જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં લોન્ચ થવાની ધારણા છે, જોકે સત્તાવાર લોન્ચ તારીખ જાહેર કરવામાં આવી નથી. આ માઇક્રો EV બે ટ્રીમમાં ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.  MR (મધ્યમ રેન્જ) અને LR (લોંગ રેન્જ). પંચ EV ને પાવર આપવા મેગ્નેટ સિંક્રોનસ મોટર મળશે, જે લિક્વિડ-કૂલ્ડ બેટરીથી સજ્જ હશે, જે ટાટાના Gen 2 EV પ્લેટફોર્મ પર આધારિત હશે.


Tata Punch EV ફ્રન્ટ-માઉન્ટેડ ચાર્જિંગ સોકેટ સાથે કંપનીના પ્રથમ મોડલ તરીકે હેડલાઇન્સમાં છે. અન્ય મોડલ્સથી વિપરીત, આ તેના સેગમેન્ટમાં સનરૂફ સાથેની પ્રથમ કાર હશે. ઉચ્ચ ટ્રીમ લેવલમાં અદ્યતન 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ટૂ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, રાઉન્ડ ડિસ્પ્લે-ઇન્ટિગ્રેટેડ ગિયર સિલેક્ટર ડાયલ, LED હેડલેમ્પ્સ અને રીઅર ડિસ્ક બ્રેક જેવી ઘણી વિશેષ સુવિધાઓ મળશે.

મહિન્દ્રા XUV300 ફેસલિફ્ટ

2024 મહિન્દ્રા XUV300 ફેસલિફ્ટ ફેબ્રુઆરીમાં લોન્ચ થવા જઈ રહી છે, જેમાં ઘણા બધા અપગ્રેડ થવાની અપેક્ષા છે. મેઈન અપગ્રેડ્સમાં પેનોરેમિક સનરૂફ અને એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) ટેકનોલોજીનો સમાવેશ થાય છે. આ સબ-કોમ્પેક્ટ SUVમાં વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, 360° સરાઉન્ડ-વ્યૂ કેમેરા અને વાયરલેસ ફોન ચાર્જિંગ જેવી નવી સુવિધાઓ પણ મળશે.

પોતાના હાલના ડાઈમેન્શન સાથે અપડેટેડ XUV300 ના ડિઝાઈન એલિમેન્ટસ મહિંદ્રાની આગામી BE રેન્જની ઈલેક્ટ્રિક એસયુવીથી પ્રેરિત છે. તેની પાવરટ્રેનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે 110PS, 1.2L ટર્બો પેટ્રોલ MPI અને 130PS, 1.2L ટર્બો પેટ્રોલ GDI એન્જિન સાથે ઉપલબ્ધ રહેશે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં 6-સ્પીડ MT અને 6-સ્પીડ AMTનો સમાવેશ થશે. 

મોટાભાગના ગ્રાહકો કાર ખરીદવા માટે તહેવારોની સિઝન અથવા નવા વર્ષની રાહ જોતા હોય છે. ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં કેટલીય કારોનો જમાવડો થયો છે. ગ્રાહકો પણ કન્ફ્યૂઝ છે કે કઇ કાર લેવી, હવે આ લિસ્ટમાં કેટલીક નવી કારો પણ ઉમેરાઇ શકે છે. મોટાભાગના ગ્રાહકો કાર ખરીદવા માટે તહેવારોની સિઝન અથવા નવા વર્ષની રાહ જોતા હોય છે.             

Continues below advertisement
Sponsored Links by Taboola