ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ
ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ બિઝનેસ યૂનિટના માર્કેટિંગ હેડ વિવેક શ્રીવત્સે કહ્યું, અમે અમારી પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખી નેક્સ એક્સએમ(એસ)ની રજૂઆતની જાહેરાત કરી રહ્યા છે. આ એક એવી પ્રોડક્ટ છે, જે અમારા ગ્રાહકોને શાનદાર કિંમત પર ઈલેક્ટ્રોનિક સનરૂફ જેવા શાનદાર ફીચર્સ આપી રહી છે.
Kia Sonet સાથે મુકાબલો
ટાટા નેક્સનની નવી એડિશનનો મુકાબલો Kia Sonet સાથે થશે. આ કારનું ઈન્ટીરિયર પણ નવી ડિઝાઇનમાં છે અને તેમાં અનેક નવા ફીચર્સ આપવામાં આવ્યા છે. યૂઝર્સ માટે તેમાં 10.25 ઈંચની કનેક્ટેડ પેનલ ટાઈપ HD ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. જે એન્ડ્રોયડ ઓટો અને એપલ કાર પ્લેને સપોર્ટ કરે છે. તેમાં BOSEના 7-સ્પીકર્સની સાથે સબ-વૂફર આપવામાં આવ્યા છે. Sonetમાં વેંટિલેટેડ ડ્રાઇવર અને ફ્રન્ટ પેસેન્જર સીટ આપવામાં આવી છે. આ એક કનેક્ટેડ કોમ્પેક્ટ એસયુવી પણ છે. તેની કિંમત આઠ લાખ રૂપિયા જેટલી છે.
Car loan Information:
Calculate Car Loan EMI