નવી દિલ્હીઃ ભારતે સરકારે વધુ એક મોટુ પગલું લીધું છે.  માહિતી અને ટેક્નોલોજી મંત્રાલયે કલમ 69એ અંતર્ગત આ મોબાઇલ એપ્સ પર બેન લગાવવાનો ફેંસલો કર્યો છે. અનેક ફરિયાદો મળ્યા બાદ આ સરકારે આ નિર્ણય લીધો છે. નિવેદન બહાર પાડીને જણાવાયું કે, આ એપ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હતી.

માહિતી અને ટેક્નોલોજી મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું કે, આ એપ્લિકેશન્સ ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે પૂર્વગ્રહયુક્ત છે.  જેનાથી ભારતના રાજ્યોના લોકોની સલામતિ પણ જોખમાઈ શકે છે. મંત્રાલયને એન્ડ્રોઈડ અને આઈઓએસ પ્લેટફોર્મ પરથી ઘણી મોબાઈલ એપ યૂઝર્સના ડેટા ચોરતી હોવાની ફરિયાદ મળી હતી.

સરકારે કહ્યું, ડેટાની ચોરી ભારતની અખંડતા અને સુરક્ષા માટે ખતરો છે. ડેટાની ચોરી ચિંતાનો વિષય છે અને આ માટે ઈમરજન્સી ઉપાયોની જરૂરિયાત છે.



118 એપમાં PUBG ઉપરાંત  CamCard, Baidu, Cut Cut, VooV, Tencent Weiyun, Rise of Kingdoms, Zakzak પણ સામેલ છે. આ પહેલા કેન્દ્ર સરકારે 29 જૂને TikTok સહિત 59 એપને બેન કરી દીધી હતી.

જે બાદ જુલાઈ મહિનામાં મોદી સરકારે 47 અન્ય એપ્સને પણ બેન કરી દીધી હતી. આ એપ્સ પહેલાથી પ્રતિબંધિત કરવામાં આવેલી 50 એપ્સના ક્લોન તરીકે કામ કરતી હતી.