વર્તમાન સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. જેને લઈને દરેક વાહન ચાલકો પરેશાન છે. એવામાં દરેક વાહન ચાલકો ઈચ્છે છે સારી માઈલેજ વાળી ગાડી હોય તો સારુ. આ ઉપરાંત હવે ઈલેક્ટ્રિક વાહનોની પણ માર્કેટનાં માગ વધી રહી છે. હવે જો તમે પણ ઈલેક્ટ્રિક કાર લેવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે સારા સમાચાર છે. માર્કેટમાં એક એવી કાર આવી છે જે સસ્તી પણ છે અને સાંકડા રસ્તામાં સારી રીતે ચાલે તેમ પણ છે. આ કારના વસાવવાથી તમને પેટ્રોલ ડીઝલની વઘતી કિંમતોમાંથી છૂટી મળી જશે. આ કારમાં બે લોકો બેસી શકે છે અને તેમાં બે દરવાજા હોય છે.




આ કારની કિંમત 5 લાખથી પણ ઓછી છે


મુંબઈના એક ઈલેક્ટ્રિક કાર નિર્માતાએ દાવો કર્યો છે કે આ કાર વિશ્વની સૌથી સસ્તી ઈલેક્ટિક કાર છે. સ્ટોર્મ મોટર્સ નામના આ સ્ટાર્ટ અપએ સ્ટોર્મ R3 લોન્ચ કરી છે જેની કિંમત 4.5 લાખ રૂપિયા છે. મુંબઈ સ્થિત સ્ટોર્મ મોટર્સએ આ ઈલેક્ટ્રિક કાર માટે બુકિંગ પણ શરૂ કરી દીધુ છે અને ગ્રાહકો માત્ર 10 હજાર રુપિયા ટોકન રાશિ આપીને બુક કરાવી શકો છો. કંપનીએ આ કારને ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કરી છે. EVને મોટી સાઈઝની સનરુફ પણ આપવામાં આવી છે અને તેને એક વખત ચાર્જ કર્યા બાદ 50 કિમી ચલાવી શકાય છે.


તેની ગણતરી થ્રી વ્હિલરમાં નથી થતી


નોંધનિય છે કે સૌથી પહેલા આ કાર દિલ્હી-એનસીઆર અને મુંબઈમાં લોન્ચ કરવામાં આવશે. કંપનીની વેબસાઈટ અનુસાર હાલમાં મુંબઈ,થાણે,નવી મુંબઈ, નવી દિલ્હી,ગુરુગ્રામ અને નોઈડાના ગ્રાહકો આ EVને ખરીદી શકે છે. આ કારનો દેખાવ અનોખો અને આકર્ષક છે. આ EV ત્રણ વ્હિલ સાથે આવે છે. જો કે તેની ગણતરી થ્રી વ્હિલરમાં નથી થતી કેમ કે કારણ કે થ્રી વ્હિલરમાં આગળના ભાગે એક વ્હિલ હોય છે જ્યારે આ કારમાં આગળના ભાગે બે વ્હિલ છે અને પાછળ એક વ્હિલ.


ઇલેક્ટ્રિક વાહનો ચલાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો


ચાર્જિંગ


ઇલેક્ટ્રિક વાહનને ક્યારેય ડિપ ડિસ્ચાર્જ ના થવા દો, આનાથી બેટરી પર અસર પડે છે. આમ કરવાથી રેન્જ ઓટોમેટિક ધીમે ધીમે ઓછી થતી જાય છે. હંમેશા 20 ટકા બેટરી બચતા પહેલા જ તેને ચાર્જ કરી દો.


સ્પીડ


ઇલેક્ટ્રિક વાહનની સ્પીડ જેટલી વધારે હશે, તેની બેટરી તેટલી જ જલદી ખતમ થઇ જશે. ઇલેક્ટ્રિક ચલાવતી વખતે સ્પીડ ખાસ ધ્યાન રાખો. ઇલેક્ટ્રિક વાહનને ઇકોનૉમિક સ્પીડમાં ચલાવવા જોઇએ. વારંવાર સ્પીડને રફ રીતે વધારવી કે ઘટાડવી પણ ના જોઇએ.  


ઓવરલૉડિંગ - 


ઇલેક્ટ્રિક વાહનમાં ઓવરલૉડિંગ કરવાથી મૉટર પર દબાણ પડે છે. ઓવરલૉડિંગના કારણે મૉટર કામ કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે, જેનાથી બેટરી કન્ઝ્યૂમિંગ વધી જશે. આનાથી ઇલેક્ટ્રિક વાહનની રેન્જ ઓછી થાય છે, એટલા માટે ઇલેક્ટ્રિક વાહનને  ક્યારેય પણ ઓવરલૉડિંગ ના કરો.


 


Car loan Information:

Calculate Car Loan EMI