Electric Car: ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત વધતાં અનેક લોકો ઈલેક્ટ્રીક વાહનો તરફ વળ્યા છે. વિશ્વમાં પણ ઇલેક્ટ્રિક વાહન તરફ લોકોનો ક્રેઝ વધી રહ્યો છે. ભારતીય બજારમાં પણ સતત નવા-નવા ઇલેક્ટ્રિક વાહન રજૂ થઈ રહ્યા છે. ચાલુ વર્ષે ઈલેકટ્રિક વાહનની માંગમાં વધારો થયો છે. આજે અમે તમને એક વિંટેજ લુકવાળી ઇલેક્ટ્રિક કાર વિશે જણાવી રહ્યા છીએ જેને મારૂતિ સુઝુકી અલ્ટો અને રોયલ એનફીલ્ડના સ્પેર પાર્ટ્સમાંથી તૈયાર કરવામાં આવી છે.


કિંમત 2.5 લાખથી પણ ઓછી


આ ઇલેક્ટ્રિક કારને સિરસાની ગ્રીન માસ્ટર નામની કંપનીએ તૈયાર કરી છે. ગ્રાહક ભારતમાં ગમે ત્યાંથી આ ઇવીને ખરીદી શકે છે. કારણકે તેના તમામ સ્પેરપાર્ટ્સ સરળતાથી ઉપલબ્ધ નથી, એવામાં તેને કાર અને બાઇકના સ્પેરપાર્ટ્સ મિક્સ કરીને બનાવવામાં આવી છે. કારના આગળના અને પાછળના ભાગમાં લાગેલી લાઇટ્સ ઉપરાંત આ કારના ટાયર્સ પણ બુલેટમાંથી લેવામાં આવ્યા છે. ચાવી અને પાયલોટ લાઇટ્સ પણ અહીંથી લેવામાં આવી છે. દેખાવમાં આ ઇલેક્ટ્રિક કાર ખૂબ સુંદર છે અને આ આગલા ભાગમાં જાલીનુમા ગ્રિલ લગાવી છે. 19 ઇંચના વ્હીલ આર્ચ્સ તેને ફૂલ વિંટેજ લુક આપે છે. તમને જણાવી દઇએ કે આ કારની પ્રારંભિક કિંમત 2.45 લાખ રૂપિયા છે.


 સિંગલ ચાર્જમાં ચાલશે 100 કિમી


કારની પાછળના ભાગમાં એક ટ્રંક લગાવવામાં આવ્યું છે જેમાં 70 લીટર સ્પેસ સામાન રાખવા માટે મળે છે. કંપનીએ ઇલેક્ટ્રિક કારને ના ફક્ત દેખાવમાં સુંદર બનાવી છે. પરંતુ રેંજ પણ સારી આપી છે. કારમાં 1200 વોટ ક્ષમતાવાળી ઇલેક્ટ્રિક મોટર લાગી છે. જે 1.5 હોર્સપાવર અને 2.2 એનએમ પીક ટોર્ક બને છે. ફૂલ ચાર્જ કરવા પર આ બેટરી 100 કિમી સુધીની રેંજ આપે છે. કારની સાથે ચારેય એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે અને પાછળના ભાગમાં ટાયર પણ આપવામાં આવ્યા છે. ઈલેક્ટ્રિક કાર ખરીદનારા લોકોને વધુ એક સસ્તો વિકલ્પ મળ્યો છે.


Car loan Information:

Calculate Car Loan EMI