અમદાવાદઃ શિક્ષણ મોડેલ મુદ્દે આપે ભાજપને પડકાર ફેંક્યો છે. આમંત્રણ પત્રિકા આપવા માટે આપના કાર્યકર્તા જશે અને જીતુ વાઘાણીને આમંત્રણ આપશે. દિલ્લીની સરકારી શાળા જોવી હોય તો આમંત્રણ છે, જે વિધાનસભાની સ્કૂલ જોવી હોય તે બતાવા માટે તૈયાર છે, તેમ ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું. ભાજપના લોકોને કીધું છે આદીવાસી સમાજ સરકાર ને જવાબ આપશે સમય આવશે ત્યારે.


કાશ્મીર ફાઇલ ફિલ્મ યુટ્યુબ પર મુકવા અંગે જીતુ વાઘાણીના નિવેદન અંગે ગોપાલ ઇટાલીયાનું નિવેદન,  જીતુ વાઘાણી શિક્ષણની વાત આવે તો ચર્ચાથી દૂર ભાગે છે. હિન્દૂ, મુસ્લિમ, પાકિસ્તાન અને કાશ્મીર વાત આવે 3 ઉછળીને વાતો કરે છે. જે બાબતો વિવાદિત છે તેને સૌ જાણે તે જરૂરી. અરવિંદ કેજરીવાલે છેવાડાના લોકો ઇતિહાસ જાણી શકે તે માટે કહ્યું. ગામડાઓમાં સિનેમા નથી. સરકાર કે નિર્માતાને દેશના લોકો સત્ય જાણે અને સમજે તે માટે યુ ટ્યુબ પર મુકવામાં આવે. આમાં વિરોધ કરવાની ક્યાં જરૂર છે. ફિલ્મને કર મુક્ત કરી છે તો શિક્ષણ, ટોલ નાકા, દવાખાના ફ્રી કરો. શિક્ષણથી જ દુનિયાએ પ્રગતિ કરી છે. આખા વિશ્વમાં જે શિક્ષણ ફ્રીમાં મળે છે તે શિક્ષણ દિલ્હી માં ફ્રી આપવામાં આવશે. હવે ગુજરાતના લોકો શિક્ષણ ફ્રી ઈચ્છી રહ્યા છે. જીતુ વાઘાણી શિક્ષણ મુદ્દે ચર્ચા કરવાને બદલે હિન્દુ મુસ્લિમ કરી રહ્યા છે. ગુજરાતનાં ગામડાઓ સુધી લોકો કાશ્મીર ફાઈલ ફિલ્મ ફ્રી બતાવવા માટે યુ ટ્યુબ પર ચડાવી જોઈએ.


આપના નેતા ઇસુદાન ગઢવીએ નિવેદન આપ્યું કે, આદિવાસી સમાજને હેરાન કરે છે. અમે આદિવાસ સમાજની સમસ્યા સમજી છે. પૂરતું વળતર અને લાભ નથી મળતાં. આદિવાસી સમાજની માંગણીઓને આપનો ટેકો. ખેડૂતોને 8 કલાક વીજળી આપવાનો ભાજપ વર્ષોથી દાવો કરે છે. 8 કલાક વીજળી આપવામાં નથી આવતી. વીજળીની ઘટ હોય તો ઉધોગોને કેમ વીજળી પૂરતી મળે છે. ખેડૂતો મુદ્દે સરકાર નિરાકરણ નહીં લાવે આપ આંદોલન કરશે. આપ અને અરવિંદ કેજરીવાલ નો ટ્વીટર પર વિરોધ કરવામાં આવ્યો. જીતુ વાઘાણીને ખુલ્લી ચર્ચા માટે કહ્યું હતું. એક મંત્રી ચર્ચા કરે ત્યારે તેનું  મહત્વ વધી જાય. ગુજરાતના શિક્ષણ મંત્રીએસ્ત ચેલેન્જ ના સ્વીકારી. ગુજરાતમાં શિક્ષણ ખાડે ગયું છે. લોકો સુધી શિક્ષણનો મુદ્દો ઘરે ઘરે પહોંચાડીશું. ગુજરાત તમામ પ્રવકતા, તમામ નેતાઓ અને તમામ મંત્રીઓને જાહેર આમંત્રણ. દિલ્હીની સરકારી સ્કૂલો જોવા માટે આપે ભાજપને આમંત્રણ આપ્યું છે.