Top 5 Most Affordable Electric Cars: દેશમાં ઇલેક્ટ્રિક કારની સંખ્યા સતત વધી રહી છે. હવે મોટી સંખ્યામાં લોકો ઇલેક્ટ્રિક કાર પર ભરોસો કરી રહ્યા છે. જેના કારણે તેના વેચાણમાં પણ વધારો થયો છે. કંપનીઓ પણ માર્કેટમાં નવા મોડલ લાવી રહી છે. જોકે ઇલેક્ટ્રિક કાર સામાન્ય કાર કરતાં વધુ મોંઘી હોય છે. આ સ્થિતિમાં જો તમે પણ ઇલેક્ટ્રિક કાર ખરીદવા માંગો છો અને બજેટ થોડું ઓછું છે, તો અમે તમને બજારમાં ઉપલબ્ધ કેટલાક વિકલ્પો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાંથી તમે એક મોડલ પસંદ કરી શકો છો.
Tata Tiago EV
આ યાદીમાં પ્રથમ કાર ટાટાની Tiago EV છે. Tiago EVની એક્સ-શોરૂમ કિંમત રૂ. 8.69 થી રૂ. 11.99 લાખની વચ્ચે છે. Tiago EV ચાર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જેમાં XE, XT, XZ+ અને XZ+ Tech LUXનો સમાવેશ થાય છે. બીજી તરફ બેટરી પેકની વાત કરીએ તો તેમાં 19.2kWh અને 24kWhના બે વિકલ્પો ઉપલબ્ધ છે. જેમાં અનુક્રમે 250 કિમી અને 315 કિમી સુધીની અંદાજિત MIDC રેન્જ ઉપલબ્ધ છે. ટિયાગોમાં ફીટ કરવામાં આવેલ ઇલેક્ટ્રિક મોટર 74bhp અને 114Nmનું આઉટપુટ જનરેટ કરવામાં સક્ષમ છે.
એમજી કૉમેટ
યાદીમાં બીજી કાર MG કૉમેટ છે. આમાં, તમને 17.3kWh બેટરી પેક મળે છે, જે કંપનીના દાવા મુજબ એક ચાર્જ પર 230 કિમી સુધીની મુસાફરી કરી શકે છે. એમજી કૉમેટમાં ફીટ કરાયેલ રીઅર-વ્હીલ ડ્રાઇવ ઇલેક્ટ્રિક મોટર 42PS પાવર અને 110Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. એમજી કૉમેટની બેટરીને ચાર્જ થવામાં 7 કલાક જેટલો સમય લાગે છે. આ કાર ઘણી બધી સુવિધાઓથી સજ્જ છે. તેની કિંમત વિશે વાત કરીએ તો એક્સ-શોરૂમ 7.98 લાખથી 9.98 લાખ રૂપિયાની વચ્ચે છે.
Tata Nexon EV
યાદીમાં ત્રીજી કાર Tataની Nexon EV છે. તેની કિંમતની વાત કરીએ તો તેની એક્સ-શોરૂમ કિંમત 14.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ ઇલેક્ટ્રિક કોમ્પેક્ટ SUV XM, XZ+ અને XZ+ LUX વેરિઅન્ટમાં આવે છે. તેમાં 30.2kWh લિથિયમ આયન પોલિમર બેટરી પેક છે, જે ઇલેક્ટ્રિક મોટર સાથે જોડાયેલું છે જે 127bhp પાવર અને 245Nm ટોર્ક જનરેટ કરે છે.
સિટ્રોએન EC3
આ યાદીમાં ચોથી ઈલેક્ટ્રિક કાર છે સિટ્રોએન EC3 છે. તે 29.2kWh બેટરી પેક મેળવે છે, EC3 માં તમને 320 kms ની ARAI પ્રમાણિત રેન્જ મળે છે. EC3 માં ફીટ કરવામાં આવેલ ઇલેક્ટ્રિક મોટર 57PS પાવર અને 143Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તેને 15A પ્લગ પોઈન્ટ ચાર્જર વડે ચાર્જ કરવામાં 10 કલાક 30 મિનિટનો સમય લાગે છે. તેને ડીસી ફાસ્ટ-ચાર્જર વડે 57 મિનિટમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. કિંમતની વાત કરીએ તો એક્સ-શોરૂમ 11.50 લાખથી 12.76 લાખ રૂપિયાની વચ્ચે છે.
ટાટા Tigor EV
Tigor EV ને પાંચમા વિકલ્પ તરીકે પસંદ કરી શકાય છે. તેની એક્સ-શોરૂમ કિંમત 12.49 લાખથી 13.75 લાખ રૂપિયાની વચ્ચે છે. Tigor EV XE, XT, XZ+ અને XZ+ Tech LUX વેરિઅન્ટમાં આવે છે. તેમાં લાગેલ ઇલેક્ટ્રિક મોટર 74bhp પાવર અને 170 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ કારમાં તમને 26 kWh, લિથિયમ-આયન બેટરી પેક મળે છે.
Car loan Information:
Calculate Car Loan EMI