Toyota Innova Crysta: ટોયોટા કિર્લોસ્કર મોટર્સે તેની ઇનોવા ક્રિસ્ટા MPV લાઇનઅપમાં નવું GX+ વેરિઅન્ટ રજૂ કર્યું છે. નવું GX+ વેરિઅન્ટ 7-સીટર અને 8-સીટર કન્ફિગરેશનમાં ઉપલબ્ધ છે, જેની કિંમત અનુક્રમે રૂ. 21.39 લાખ અને રૂ. 21.44 લાખ છે. તે GX ટ્રીમની તુલનામાં 14 વધારાની સુવિધાઓ સાથે આવે છે, અને તેની કિંમત લગભગ રૂ. 1.40 લાખ વધુ છે. GX અને VX ટ્રિમ્સ વચ્ચે સ્થિત ટોયોટા ઇનોવા ક્રિસ્ટા GX+ 5 રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે, જેમાં પ્લેટિનમ વ્હાઇટ પર્લ, સુપર વ્હાઇટ, અવંત-ગાર્ડે બ્રોન્ઝ મેટાલિક, એટીટ્યુડ બ્લેક મીકા અને સિલ્વર મેટાલિકનો સમાવેશ થાય છે.


ટોયોટા ઇનોવા ક્રિસ્ટા GX+ કિંમત


Toyota Innova Crystaના GX+ 7-સીટર વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 21.39 લાખ છે, જ્યારે GX+ 8-સીટર વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 21.44 લાખ છે.


ટોયોટા ઇનોવા ક્રિસ્ટા એન્જિન


નવી Toyota Innova Crysta GX+ વેરિઅન્ટમાં ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ અને ઓટો-ફોલ્ડ મિરર્સ છે. ઈન્ટિરિયરમાં  વુડન પેનલ, પ્રીમિયમ ફેબ્રિક સીટ, પાછળનો કેમેરા અને ડેશકેમનો સમાવેશ થાય છે. અન્ય વેરિઅન્ટ્સની જેમ  GX+ પણ 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલા 2.4L ડીઝલ એન્જિનનો ઉપયોગ કરે છે. આ એન્જિન 150 bhpનો પાવર આઉટપુટ અને 343 Nmનો ટોર્ક જનરેટ કરે છે.


કંપનીએ શું કહ્યું ?


નવા વેરિઅન્ટના લોન્ચિંગ પર બોલતા, ટોયોટા કિર્લોસ્કર મોટરમાં સેલ્સ-સર્વિસ-યુઝ્ડ કાર બિઝનેસના વાઈસ પ્રેસિડેન્ટ સબરી મનોહરે જણાવ્યું હતું કે, “2005માં તેની શરૂઆત થઈ ત્યારથી, ઈનોવા બ્રાન્ડે માપદંડો સેટ કરીને પોતાને સેગમેન્ટ લીડર તરીકે સ્થાપિત કરી છે. ઇનોવાએ ભારતીયોની એક પેઢીની વિવિધ ગતિશીલતાની જરૂરિયાતો પૂરી કરી છે અને સમાન મહત્વાકાંક્ષી મૂલ્યો જાળવી રાખવાનું ચાલુ રાખ્યું છે. કંપનીમાં અમારો સતત પ્રયાસ ગ્રાહકોના બદલાતા વલણોના આધારે અમારા ગ્રાહક કેન્દ્રિત દૃષ્ટિકોણને અનુરૂપ બ્રાન્ડને સુસંગત અને બહુવિધ કાર્યક્ષમ રાખવાનો છે.


નવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે


ગયા મહિને કંપનીએ 7-સીટર અને 8-સીટર લેઆઉટ સાથે નવી ટોયોટા ઈનોવા ક્રિસ્ટા હાઈક્રોસ GX (O) વેરિઅન્ટ્સ લોન્ચ કર્યા હતા. 7-સીટર વર્ઝનની કિંમત 21.13 લાખ રૂપિયા છે, જ્યારે 8-સીટર મોડલની કિંમત 20.99 લાખ રૂપિયા છે. આ નવા વેરિઅન્ટમાં LED ફોગ લેમ્પ, રિયર ડિફોગર, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર અને 360-ડિગ્રી કેમેરા જેવી સુવિધાઓ સામેલ કરવામાં આવી છે. તેમાં નવા ફેબ્રિક સીટ કવર્સ, ડેશબોર્ડ પર સોફ્ટ-ટચ મટિરિયલ અને દરવાજા અને ચેસ્ટનટ ઇન્ટિરિયર થીમનો પણ સમાવેશ થાય છે.


Car loan Information:

Calculate Car Loan EMI