દિલ્હી અને કેન્દ્ર સરકાર પ્રદૂષણને લઈ ગંભીર છે. જેના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારો હવે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. દિલ્હીની કેજરીવાલ સરકારે 7 ઓગસ્ટ, 2020ના રોજ ઈલેક્ટ્રિક વાહન પોલિસી જાહેર કરી હતી. જેનો હેતુ ઈલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવાનો છે.


આ અભિયાન હેઠળ કેજરીવાલ સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર ગ્રાહકોને ફાયદો આપવામાં આવશે. ટાટા નેક્સન ઈવીના XM વેરિંયટની ઓન રોડ પ્રાઇઝ 16.16 લાખ રૂપિયા અને XZ+ વેરિયંટ માટે 17.59 લાખ રૂપાય છે. આ બંને વેરિયંટ પર દિલ્હી સરકાર 1,50,000 રૂપિયા સુધીનો ફાયદો આપી રહી છે.

એટલું જ નહીં જો તમે ઈલેક્ટ્રિક કાર કરીદશો તો કાર માટે રોડ ટેક્સ, રજિસ્ટ્રેશન ફીમાં પણ ડિસ્કાઉન્ટ અપાશે. એક્સએમ ટ્રિમ પર રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી ડિસ્કાઉવન્ટ 1,40.500 રૂપિયા તથા એક્સઝેડ પ્લસ વેરિયંટ પર 1,49,900 રૂપિયા છે. Tata Nexon EV ની ખરીદી પર ત્રણ લાખ રૂપિયાથી વધારેનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

આ પ્રોત્સાહન રકમ ગ્રાહકોના બેંક એકાઉન્ટમાં જમા થશે. નેક્સન ઉપરાંત દિલ્હી સરકાર  Tata Tigor EV ખરીદવા પર પણ 2.86 લાખ રૂપિયાનું પ્રોત્સાહન આપી રહી છે.




Car loan Information:

Calculate Car Loan EMI