હાલમાં કાર માત્ર પરિવહનનું સાધન નહી પરંતુ લોકોની જરૂરિયાત બની ગઈ છે. આ સ્થિતિમાં લોકો પાસે પોતાના માટે સુરક્ષિત કાર પસંદ કરવાનો પડકાર છે. ભારતમાં ઘણા કાર ઉત્પાદકોએ ગ્લોબલ NCAP દ્વારા ફાઈવ સ્ટાર રેટિંગ ધરાવતી કાર રજૂ કરવાનું શરૂ કર્યું છે. જેમાં ટાટા મોટર્સ અને મહિન્દ્રા જેવી કાર કંપનીઓનો સમાવેશ થાય છે.
ભારતમાં જૂની કારનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. નવી કારની સતત વધતી કિંમતને કારણે આ માર્કેટ લોકો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. જો તમે સલામત અને સસ્તી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે યૂસ્ડ કાર પણ ખરીદી શકો છો. તમે ખૂબ જ ઓછી કિંમતે સુરક્ષિત કાર ખરીદી શકો છો. આવો જાણીએ આ કાર વિશે.
ટાટા ટિયાગો
ટાટા ટિયાગો ઘરેલૂ વાહન નિર્માતાના સૌથી શાનદાર પ્રોડક્ટ્સમાંની એક છે. આ કાર પેટ્રોલ, CNG અને ઇલેક્ટ્રિક સહિત ઘણા પાવરટ્રેન વિકલ્પોમાં ઉપલબ્ધ છે. આ હેચબેક ભારતની સૌથી સુરક્ષિત કારમાંથી એક છે. સુરક્ષાની દ્રષ્ટીએ આ કાર ખૂબ જ સારી છે. ગ્લોબલ NCAP તરફથી ચાર-સ્ટાર રેટિંગ મળ્યા છે. તમે 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં Tata Tiago ખરીદી શકો છો.
ટાટા નેક્સોન
ટાટા નેક્સોન ભારતમાં સૌથી વધુ વેચાતી કાર છે અને Tata Motorsની સૌથી લોકપ્રિય કાર પણ છે. પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક વિકલ્પોમાં ઉપલબ્ધ કોમ્પેક્ટ એસયુવી તેના ફાઇવ-સ્ટાર સલામતી રેટિંગ માટે જાણીતી છે. Nexon SUVના બેઝ વેરિઅન્ટને પણ ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP) અને હિલ હોલ્ડ કંટ્રોલ સહિત વ્યાપક સુરક્ષા પેકેજ મળે છે. આ કારને તમે 10 લાખથી ઓછી કિંમતમાં પણ ખરીદી શકો છો.
રેનો ટ્રાઇબર
રેનો ટ્રાઇબર એ ભારતમાં ફ્રેન્ચ ઓટોમેકર દ્વારા વેચવામાં આવતી સૌથી સફળ પ્રોડક્ટ્સમાંની એક છે. આ MPV તેના સેગમેન્ટમાં સૌથી સસ્તી છે. કારને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં ફોર-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. જે તેને ભારતની સૌથી સુરક્ષિત કારમાંથી એક બનાવે છે. ટ્રાઈબરના અન્ય સેફ્ટી ફીચર્સમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ અને સ્પીડ એલર્ટનો સમાવેશ થાય છે. તમે આ યુઝ્ડ કાર માર્કેટમાંથી 10 લાખથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો.
https://t.me/abpasmitaofficial
Car loan Information:
Calculate Car Loan EMI