Volvo XC40- July 2022માં વૉલ્વો કાર નિર્માતા કંપની ભારતમાં પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર લૉન્ચ કરવા જઇ રહી છે. ખાસ વાત છે કે, ઇલેક્ટ્રિક કાર ભારતમાં પૂર્ણતમ એસેમ્બલ કરવામાં આવશે. આવુ કરનારી વૉલ્વો પહેલી લક્ઝરી કંપની હશે. આ વૉલ્વોની ઇલેક્ટ્રિક કારની એસેમ્બલિંગ કર્ણાટકમાં બેગ્લુંરુની પાસે હોસાકોટમાં કરવામાં આવશે. 


ભારતમાં માર્ચ 2021માં આનુ રિચાર્જ XC40 નુ ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ, જેના માટે પ્રી બુકિંગને ગયા વર્ષે જૂનમાં જ સ્ટાર્ટ કરી દેવામાં આવ્યુ હતુ. આના લૂકની વાત કરીએ તો આ પોતાના ICEથી બિલકુલ મેચ થાય છે. આને વૉલ્વો કાર નિર્માતા કૉમ્પેક્ટ મૉડ્યૂલર આર્કિટેક્ચર (CMA) પ્લેટફોર્મ પર કરવામા આવ્યુ છે. આ કારને તમે ઇલેક્ટ્રિક મૉટરથી ચલાવી શકો છો. જે 408bhp નો આઉટપુર અને 660Nm નો પીક ટૉર્ક જનરેટ કરવાની ક્ષમતા રાખે છે. 


કારની સ્પીડ અને  બેટરી ક્ષમતા-


વૉલ્વો કાર ઇન્ડિયાની પ્રબંધ નિદેશક જ્યોતિ મલ્હોત્રાએ કહ્યું કે, અમે ભારતીય માર્કેટમાં ઇલેક્ટ્રિક તરફથી પગ મુકવા માટે પ્રતિબદ્ધ છીએ અને બેંગ્લુરુમાં અમારી XC40 રિચાર્જ અમારી પેશકશને એસેમ્બવલ કરવાની યોજના આ સંકલ્પનો ભાગ છે. XC40 Volvo કારમાં 78 kWh લિથિયમ આયન બેટરી ઉપલબ્ધ હશે. જેમાં એકવાર ફૂલ ચાર્જ કરવા પર તમે કારને 400 કિલોમીટર સુધી ચલાવી શકો છો, આવો કંપનીએ દાવો કર્યો છે. આ નવી કાર 150 kW ડીસી ફાસ્ટ ચાર્જરની સાથે ઉપલબ્ધ હશે. વૉલ્વો કંપની, XC40 રિચાર્જને ભારતમાં આગામી મહિને લૉન્ચ કરવાની તૈયારીમાં છે, વળી આ કારની ડિલીવરી ઓક્ટોબર 2022 માં સ્ટાર્ટ કરી દેવામાં આવશે. 


2030 સુધી પુરેપુરી રીતે ઇલેક્ટ્રિક કાર કંપની બની જશે-


Companyએ જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે અમે 2030 સુધી પુરેપુરી રીતે ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની બની જઇશું. કેમ કે મોબિલિટીનુ ભવિષ્ય ઇલેક્ટ્રિક કાર છે. વળી કંપનીએ આગળ બતાવતા કહ્યું કે, XC40 રિચાર્જ, જે આગામી મહિને લૉન્ચ થઇ રહી છે, તે પછી કંપનીનો ઉદેશ્ય દરેક વર્ષ સુધી એક ન્યૂ ઇલેક્ટ્રિક મૉડલ માર્કેટમાં રજૂ કરવાનો હશે. 


આ પણ વાંચો....... 


Astro:નિ:સંતાન દંપતી આ જ્યોતિષી ઉપાય કરીને કરી શકે છે કુંડલીના દોષ દૂર, જાણી લો ઉપાય


Jan Samarth Portal: જન સમર્થ પોર્ટલ શું છે અને તે તમને કેવી રીતે મદદ કરે છે, જાણો સરકારની પહેલ


Vastu Tips: વાસ્તુ અનુસાર આ નિયમથી સાવરણીને આ રીતે રાખવાથી કયારેય નથી થતી સમૃદ્ધિમાં કમી


Aaj nu panchag: કન્યા રાશિમાં ચંદ્રનું ગોચર, આ છે આજની તિથિ, નક્ષત્ર અને રાહુકાલ


સાવધાન! કોરોનાએ ફરી ઉંચક્યું માથું, અમદાવાદમાં 94 દિવસ બાદ 48 કેસ નોંધાયા, અઠવાડિયામાં 265 કેસ


Gujarat Monsoon : ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદ, બોટાદના બરવાળામાં એક ઇંચથી વધુ વરસાદ


Car loan Information:

Calculate Car Loan EMI