Car Driving Tips: કારની અચાનક બ્રેક ફેલ થવાની પરિસ્થિતિ લોકો માટે મોટી સમસ્યા લાવે છે. આ સ્થિતિમાં લોકોના જીવ જવાનો ભય રહે છે. જ્યારે કારની બ્રેક ફેલ થઈ જાય છે, ત્યારે લોકો ગભરાવા લાગે છે અને કોઈપણ રીતે કારમાંથી બહાર નીકળવા માંગે છે.


કેટલાક લોકો જીવ બચાવવા માટે ચાલતા વાહનમાંથી કૂદી પડે છે. તો બીજી તરફ કેટલાક લોકો કારને રોકવા માટે તેમની કારને થાંભલા, દિવાલ અથવા કોઈપણ મોટી વસ્તુ સાથે અથડાવે છે, જેથી તેમની કારની ગતિ ધીમી પડી જાય. કેટલાક લોકો અચાનક હેન્ડબ્રેક ખેંચે છે. પરંતુ, જીવ બચાવવાની આવી ઉતાવળમાં લોકોના જીવ પણ જઈ શકે છે અથવા વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ શકે છે.


કારની બ્રેક ફેલ થાય તો જીવ કેવી રીતે બચાવવો?



  • જો કારની બ્રેક ફેલ થઈ જાય તો કારમાંથી કૂદી જવાની કે કોઈ વસ્તુ સાથે અથડાવાની જરૂર નથી. આ માટે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે બ્રેક ફેલ થવા છતાં તમે કારમાં બેસીને તમારી કારને કેવી રીતે રોકી શકો છો.

  • સૌથી પહેલા તમારે તમારી કારમાં લગાવેલી હેઝાર્ડ વોર્નિંગ લાઈટ્સ(Hazard Warning Lights) નું બટન તરત જ ઓન કરવું જોઈએ, જેથી તમારી આજુબાજુ ડ્રાઈવિંગ કરતા લોકો તમારી કારના ઈન્ડિકેટર્સ પરથી જાણી શકે કે તમારી કારમાં કોઈ ખામી છે.

  • આ પછી, સ્ટીયરિંગ વ્હીલને ફક્ત એક હાથથી નિયંત્રિત કરો, જેથી તમે ખોટી દિશામાં વાહન ન ચલાવો અને કોઈ અકસ્માત ન થાય.

  • આ ઉપરાંત, મિકેનિકલ હેન્ડબ્રેકને બીજા હાથથી પકડી રાખો અને મિકેનિકલ હેન્ડબ્રેકનું બટન અંદરની તરફ દબાવો અને તેને ઉપર અને નીચે ખસેડતા રહો. આ રીતે, હેન્ડબ્રેકને કેટલીએ વાર ઉપર અને નીચે ખસેડો. આનાથી કાર ટૂંક સમયમાં ઉભી રહી જશે.


ઈલેક્ટ્રોનિક હેન્ડબ્રેકથી કાર કેવી રીતે રોકાશે?
જો તમારા વાહનમાં ઈલેક્ટ્રોનિક હેન્ડબ્રેકની સુવિધા છે, તો તેને સતત ખેંચતા રહો. આ તમારી કારને આદેશ મોકલશે કે તમારી કાર મુશ્કેલીમાં ફસાઈ છે, જેના કારણે બ્રેક લગાવવામાં આવશે. પરંતુ અહીં એ નોંધનીય છે કે ઈલેક્ટ્રોનિક હેન્ડબ્રેકને સતત ખેંચીને રાખવાની હોય છે. જો તમે વારંવાર સ્વીચ ઓન કે ઓફ કરો છો, તો આ આદેશ વાહનને મોકલવામાં આવશે કે તમે આ સુવિધાનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી, જેના કારણે વાહન રોકાશે નહીં. આ સ્ટેપ્સને અનુસરીને તમે તમારું જીવન અને તમારી સાથે મુસાફરી કરતા લોકોનો જીવ બચાવી શકો છો.


Car loan Information:

Calculate Car Loan EMI