Tata Punch CNG: ટાટા મોટર્સે લાંબી રાહ જોયા બાદ આખરે સત્તાવાર રીતે તેની પંચ એસયુવીનું CNG વર્ઝન લોન્ચ કર્યું છે. તેમાં ડ્યુઅલ-સિલિન્ડર CNG ટેક્નોલોજી સાથે ટાટા અલ્ટ્રા CNG સેટઅપ આપવામાં આવ્યું છે. હવે તે માર્કેટમાં તાજેતરમાં લોન્ચ થયેલી Hyundai exter CNG સાથે સ્પર્ધા કરશે. તો ચાલો જોઈએ કે આ બેમાંથી કઈ કાર ખરીદવા માટે તમારા માટે વધુ સારો વિકલ્પ છે.


ટાટા પંચ સીએનજી ચાર વેરિઅન્ટમાં લૉન્ચ કરવામાં આવી છે, જેમાં પ્યોર, એડવેન્ચર, એડવેન્ચર રિધમ અને અક્મ્પલિશ્ડ  સામેલ છે. જ્યારે Hyundai exter CNG વર્ઝનમાં S અને SX જેવા બે ટ્રિમમાં ઉપલબ્ધ છે.




ટાટા પંચ સીએનજીની કિંમત રૂ. 7.10 લાખથી શરૂ થાય છે, એક્સ-શોરૂમ રૂ. 8.85 લાખ સુધી. જ્યારે exter CNGની કિંમત 8.24 લાખ રૂપિયાથી 8.97 લાખ રૂપિયાની વચ્ચે છે.



Tiago, Tigor અને Altroz ​​પછી તેમની CNG લાઇનઅપમાં ટાટાની આ ચોથી CNG કાર છે, જ્યારે exter એ Grand i10 NIOS અને અને પછી કંપનીની ત્રીજી CNG કાર છે.



ટાટા પંચ CNG ડ્યુઅલ-સિલિન્ડર સેટઅપ સાથે 1.2-લિટર, 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે. જે સૌપ્રથમ Altroz ​​CNGમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ એન્જિન CNG સાથે 103Nmના ટોર્ક સાથે 73.4bhpનો પાવર જનરેટ કરે છે. પંચ CNGને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે રજૂ કરવામાં આવ્યું છે. Hyundai Xtorને 1.2L પેટ્રોલ એન્જિન મળે છે, જે CNG પર 69hp પાવર અને 95.2Nm ટોર્ક ઉત્પન્ન કરે છે, અને માત્ર 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ વિકલ્પ મેળવે છે.


 



Hyundai exter બે સીએનજી સિલિન્ડર મળે છે, દરેક 30-લિટરની ક્ષમતાવાળા, બૂટ ફ્લોરની નીચે મૂકવામાં આવે છે. Hyundai exter ને 60-liter CNG ટાંકી મળે છે. Tata Punch CNGને Apple CarPlay અને Android Auto સાથે 7.0-ઇંચની હરમન ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, કીલેસ એન્ટ્રી એન્ડ ગો, હાઇટ-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, સનરૂફ, ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, ઓટોમેટિક મળે છે. ક્લાઈમેટ કંટ્રોલ, ફોગ લેમ્પ અને 15 ઈંચના સ્ટીલ વ્હીલ્સ ઉપલબ્ધ છે.


Hyundai exter સિંગલ-પેન સનરૂફ અને ડ્યુઅલ કેમેરા સાથે ફેક્ટરી-ફીટેડ ડેશકેમ, કીલેસ એન્ટ્રી, 8-ઇંચ ટચસ્ક્રીન, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, એપલ કારપ્લે, એન્ડ્રોઇડ ઓટો, વાયરલેસ ચાર્જિંગ, ઇન-બિલ્ટ નેવિગેશન, કનેક્ટેડ કાર ટેક, ઘણી ભાષાઓમાં વોઈસની સુવિધાઓ  મળે છે.


ટાટા પંચ 210 લિટર બૂટ સ્પેસ ઓફર કરે છે, જ્યારે એક્સટર 391 લિટર બૂટ સ્પેસ ઓફર કરે છે.
ટાટા પંચ CNG 26.99 km/kg ની માઈલેજ આપે છે. જ્યારે Hyundai  exter CNG 27.10 km/kg ની માઈલેજ આપે છે.   


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

 

Car loan Information:

Calculate Car Loan EMI