Horn OK Please: જ્યારે પણ તમે હાઇવે પર દોડતી ટ્રકોની પાછળ જતા હશો ત્યારે તમે એક વસ્તુ જોઈ હશે. આ વસ્તુ છે હોર્ન ઓકે પ્લીઝ (Horn OK Please) છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ લખવામાં આવે છે? ખાસ કરીને ટ્રકની પાછળ. જો તમને ખબર ન હોય તો ચાલો તમને જણાવીએ કે આવું કેમ લખાય છે અને તેની પાછળનું સાચું કારણ શું છે.


હોર્ન ઓકે કેમ લખવામાં આવે છે?
તમને યાદ હશે કે થોડા વર્ષો પહેલા એક ફિલ્મ રિલીઝ થઈ હતી, જેનું નામ હતું હોર્ન ઓકે પ્લીઝ. કલ્પના કરો કે ટ્રકની પાછળ લખેલી આ લાઇન ભારતમાં કેટલી લોકપ્રિય છે. હવે અમે તમને જણાવીએ કે ટ્રક કે મોટા વાહનોની પાછળ આવું કેમ લખવામાં આવે છે. વાસ્તવમાં, આનો અર્થ એ છે કે જો પાછળના વાહનને ઓવરટેક કરવાની જરૂર હોય, તો તેણે તેનું હોર્ન વગાડવું જોઈએ. હોર્ન ટ્રક ડ્રાઇવરને સિગ્નલ તરીકે કામ કરે છે કે પાછળનું વાહન ઓવરટેક કરવા માંગે છે.


વર્ષો જૂની છે પરંપરા
આ લાઇન ઘણી વખત જૂની ટ્રકો પર લખેલી જોવા મળે છે. કારણ કે જૂની ટ્રકોમાં સાઈડ મિરર્સ નહોતા. જ્યારે, હવે આવતી તમામ ટ્રકોમાં સાઈડ મિરર્ હોયસ છે. સાઈડ મિરરની ગેરહાજરીને કારણે પાછળના વાહને હોર્ન વગાડવું પડતું હતું. જ્યારે, હવે સાઈડ મિરર્સ હોવાને કારણે, ટ્રકના ડ્રાઈવરને ખબર પડે છે કે પાછળનું વાહન ઓવરટેક કરવા માંગે છે. જો કે, આજે મિરર હોવા છતા ઘણી ટ્રકોમાં આ લખાણ જોવા મળે છે.


OK પાછળની કહાની
હવે તમારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવતો હશે કે જો તમારે ફક્ત હોર્ન વગાડવા વિશે જ લખવાનું હતું તો તમે પ્લીઝ હોર્ન લખ્યું હોત. ઓકે લખવા પાછળનું કારણ શું હતું? વાસ્તવમાં, આ ઓકે વાળી કહાની બીજા વિશ્વ યુદ્ધના સમય સાથે સંબંધિત છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડીઝલની અછતને કારણે ટ્રકોમાં કેરોસીન ભરવામાં આવતું હતું, જેના કારણે આ ટ્રકો જોખમી બની જતી હતી. એટલે પાછળ On Kerosene લખેલું રહેતું. બાદમાં તે નાનું થતું થતું OK થઈ ગયું.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial


 


Car loan Information:

Calculate Car Loan EMI