નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં ઇલેક્ટ્રિક વાહનો ( electric car)ની માંગ ઝડપથી વધી રહી છે. આની સાથે કેટલીય કાર કંપનીઓે ઇલેક્ટ્રિક કારોને લૉન્ચ કરી રહી છે. કાર નિર્માતા ઉપરાંત હવે કેટલીક ટેક કંપનીઓે ઓટોમોબાઇલમાં પગ મુકી રહી છે. કેટલીક ટેક કંપનીઓ ઇલેક્ટ્રિક કારોને લૉન્ચ કરી રહી છે. કાર તાજા જાણકારી અનુસાર ચીનની પૉપ્યૂલર અને મોટી મોબાઇલ કંપની શ્યાઓમી પણ હવે ઇલેક્ટ્રિક વાહન-કાર બનાવવા જઇ રહી છે, એટલે કે શ્યાઓમી (Xiaomi) હવે માર્કેટમાં ઇલેક્ટ્રિક કાર સાથે એન્ટ્રી કરશે.
ગ્રેટ વૉલથી મિલાવ્યો હાથ
મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો ઇલેક્ટ્રિક કારોના ઉત્પાદન માટે શ્યાઓમીએ ગ્રેટ વૉલની સાથે હાથ મિલાવ્યો છે. કંપની પોતાની ઇલેક્ટ્રિક કારને (electric vehicles) ગ્રેટ વૉલના પ્લાન્ટમાં બનાવશે. બન્ને કંપનીઓ આગામી અઠવાડિયા સુધી આની જાહેરાત કરી શકે છે.
મોટા માર્કેટમાં લૉન્ચ કરવાનુ છે પ્લાનિંગ....
ગ્રેટ વૉલે આ પહેલા કોઇપણ કંપનીની સાથે મળીને વાહન નિર્માણ નથી કર્યુ. કંપની શ્યાઓમીના (Xiaomi car) આ પ્રૉજેક્ટને આગળ વધારવા માટે એન્જિનીયરિંગમાં મદદ કરશે. શ્યાઓમી પોતાના ઇલેક્ટ્રિક વ્હીકલને મોટા માર્કેટમાં ઉતારવાનુ પ્લાનિંગ કરી રહી છે. જોકે, હજુ સુધી ખુલાસો નથી થયો કે આ વાહન (electric vehicles) ક્યારે માર્કેટમાં એન્ટ્રી કરશે.
શેરોમાં આવ્યો ઉછાળો.....
ગયા શુક્રવારે શ્યાઓમીના શેરોમાં 6.71 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. વળી ગ્રેટ વૉલના હેન્ગ સેન્ગના શેરે આઠ ટકાનો વધારો જોવા મળ્યો છે. વળી આના શાંધાઇમાં સાત ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
ઓલા પણ Ola Electric Scooter ટૂંક સમયમાં ભારતમાં કરશે લોન્ચ....
ભારતમાં પેટ્રોલના ભાવ ભડકે બળી રહ્યા છે, જેના કારણે લોકોને બાઇક અને સ્કૂટર ચલાવવાની તકલીફ પડી રહી છે. આવી સ્થિતિમાં લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. દેશમાં તાજેતરમાં ઘણા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ લોન્ચ કરવામાં આવ્યા હતા. Ola એક નવું ઇલેક્ટ્રિક સ્કૂટર પણ લાવશે. ઓલાના આ સ્કૂટરની બેટરી માત્ર 5 મિનિટમાં ફૂલ ચાર્જ થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઓલા Etergoની સાથે મળીને સ્કૂટર લોન્ચ કરશે. આ સ્કૂટરમાં સ્વેપેબલ હાઇ એનર્જી ડેંસિટી બેટરીનો યૂઝ કરવામાં આવ્યો છે. આ સ્કૂટરમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી, ટીએફટી ઈન્સ્ટ્રૂમેંટ અને મોટું સ્ટોરેજ બૂટ આપવામાં આવી શકે છે.
ઓલાનું ઈલેક્ટ્રિક સ્કૂટર એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ છે. જેને ચલાવવા માટે વારંવાર ચાર્જ કરવાની જરૂર નહીં પડે. એક વખત ચાર્જ કર્યા બાદ આશરે 240 કિમી ચાલશે. જેની બેટરીને ડિસ્ચાર્જ બેટરીના સ્થાને લગાવવા પર રેંજ ડબલ થઈ જશે. આ પ્રોસેસમા માત્ર પાંચ મિનિટ લાગશે. સ્વેપેબલ બેટરી ડિસ્ચાર્જ થવા પર બહાર કાઢીને તેના સ્થાને બીજી ચાર્જ બેટરી લગાવી શકો છો.
Car loan Information:
Calculate Car Loan EMI